રસ્તા પર ઉભી ડાન્સિંગ કાર જોઈને લોકો મૂકાયા આશ્ચર્યમાં, અંદર જઈને જોયું તો....

Updated: 9th October, 2020 19:21 IST | Gujarati Mid-day Online Correspondent | Gorakhpur

ગોરખપુર તારામંડલ ક્ષેત્રમાં સાંજના સમયે રસ્તા પર ઉભી રહેલી લાલ રંગની ગાડી અચાનક હલવા લાગી અને તેને જોઈને બાજુમાં ઉભેલા લોકો અને પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

તમને આમિર ખાન અને અનુષ્કા શર્માની પીકે ફિલ્મ તો યાદ જહશે. આ ફિલ્મનું એક સીન જેમા પ્રેમી યુગલ કારની અંદર જાતીય સુખ માણતું દેખાડ્યું હતું, જેને આમિર ખાને ડાન્સિંગ કારનું નામ આપ્યું હતું. આ સીન બાદ ઘણા એવા કિસ્સા સાંભળવા મળ્યા હતા. હાલ ડાન્સિંગ કારનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. ફક્ત ફિલ્મોમાં જ નહીં પરંતુ હકીકતમાં પણ એવી ઘટનાઓ જોવા મળતી હોય છે.

આવી ખતરનાક ઘટના શનિવારના રોજ ગોરખપુર તારામંડલ ક્ષેત્રમાં બની છે. જ્યાં સાંજના સમયે રસ્તા પર ઉભી રહેલી લાલ રંગની ગાડી અચાનક હલવા લાગી અને તેને જોઈને બાજુમાં ઉભેલા લોકો અને પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. પોલીસ કર્મચારીઓએ કારની અંદર શું ચાલી રહ્યું છે એ જોવા માટે અંદર નજર કરીને જોયું તો તેમને પણ શરમ આવી ગઈ.

આ કારની અંદર એક પ્રેમી-પંખીડાઓ ખરાબ સ્થિતિમાં બેસેલા હતા. પોલીસને જોઈને પ્રેમી યુગલ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યાર બાદ પોલીસને તે શંકાસ્પદ લાગતા જ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને પોલીસ દ્વારા નાકાબંધી કરીને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.

dancing-car

પોલીસે પણ બાઈક લઈને એ કારનો પીછો કર્યો હતો. પ્રેમી યુગલ બાયપાસ થઈને ખોરાબાર તરફ ભાગી ગયું હતું. તેની જાણ ખોરાબાર પોલીસને કરવામાં આવતા તેમણે રસ્તા પર નાકાબંધી કરી હતી. બાદ તે યુગલ જંગલ તરફ ભાગી ગયું પણ છેવટે તેઓ પોલીસના હાથમા લાગી જ ગયા.

પોલીસે આ પ્રેમી યુગલની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી. ગાડી લઈને ભાગતી વખતે તેમણે એક બાઈકને પણ ટક્કર મારી હતી. તેથી આ વાતની પણ નોંધ લેવામાં આવી હતી. પોલીસે આ પ્રેમી યુગલ વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવી અને એમને દંડ પણ ફટકાર્યો.

પૂછપરછ જાણવા મળ્યું કે છોકરી ચિતુઆતાલ વિસ્તારની હતી, જ્યારે યુવક ચૌરીચૌરાનો રહેવાસી હતી. આ બન્ને વચ્ચે ઘણો પ્રેમ હતો અને સંબંધો પણ ચાલી રહ્યા હતા. શનિવારે સાંજે બન્ને મળવા માટે ભેગા થયા હતા અને ગાડીમાં જ અશ્લીલ હરકતો કરતા પકડાયા હતા.

First Published: 9th October, 2020 19:02 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK