એક માખીને મારવાના ચક્કરમાં લાગી ગઈ આખા ઘરમાં આગ, જાણો કેવી રીતે

Published: Sep 09, 2020, 17:19 IST | Gujarati Mid-day Online Correspondent | France

એક માખીને મારવાની કોશિશ કરતા ફ્રૅન્ચ વ્યક્તિએ પોતાના ઘરનો અમુક હિસ્સો આગમાં ઉડાવી દીધો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઘણી વખત એવું બને છે કે માખી મનુષ્યને હેરાન કરી દે છે. પછી તે વ્યક્તિ તેને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એક વ્યક્તિએ માખીને મારવાના ચક્કરમાં આખા ઘરને જ આગ લગાવી દીધી. જે વ્યક્તિની સાર્વજનિક રૂપથી ઓળખાણ થઈ નથી, તેમણે કથિત રૂપે એક માખીને મારવાની કોશિશ કરતા ફ્રાન્સમાં પોતાના ઘરનો અમુક હિસ્સો આગમાં ઉડાવી દીધો.

એક સૂત્રથી મળેલી માહિતી અનુસાર 82 વર્ષીય વૃદ્ધ પારકોલ-ચેનાઉડના નાના ગામમાં પોતાના ઘરમાં ગયા શુક્રવારે રાત્રે જમવા માટે બેઠો હતો. ત્યારે એક માખી એને હેરાન કરી રહી હતી અને તે માખીએ એને પૂરી રીતે હેરાન કરી દીધી હતી.

આ ફ્રેન્ચ વ્યક્તિએ ઈલેક્ટ્રિક રેકેથી માખીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેને એવું જરાપણ નહીં લાગ્યું કે તેના ઘરની અંદર ગેસનો એક ડબ્બો લીક થઈ રહ્યો હતો. એક અહેવાલ મુજબ, તેણે ઈલેક્ટ્રિક રેકેટ ચલાવતાની સાથે જ તે ગેસના સંપર્કમાં આવ્યો. જેના કારણે રસોડામાં આગ લાગી હતી. બ્લાસ્ટ પછી ત્યાંની દરેક વસ્તુ નાશ પામી ગઈ હતી.

સદનસીબે, આ વ્યક્તિને કોઈ મોટી ઈજા પહોંચાડ્યા વગર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. તેના હાથ આગમાં બળી ગયા હતા. તે તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો. તેના ઘરની હાલત પણ કઈ ખાસ નહોતી. તે સ્થાનિક કેમ્પમાં રહેતો હતો. તેના પરિવારના સભ્યો ઘરની મરામત કરાવી રહ્યા છે.

હાલ એ સ્પષ્ટ નથી થયું કે માખીનું શું થયું, જેના લીધે આટલો મોટો અકસ્માત થયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK