એક પૅરાગ્લાઇડર ઔર સાત લોગ, બહુત નાઇન્સાફી હૈ...

Published: Oct 14, 2019, 08:47 IST | ફ્રાન્સ

સ્વાભાવિક રીતે બે જણની સીટ ધરાવતા ગ્લાઇડર પર સાત જણ એમ જ બેસે તો એ હવામાં ઊડી જ ન શકે, પરંતુ એ માટે ગ્લાઇડરની વિન્ગને વધુ પહોળી કરવામાં આવી હતી.

એક પૅરાગ્લાઇડર ઔર સાત લોગ
એક પૅરાગ્લાઇડર ઔર સાત લોગ

ફ્રાન્સના ઍનેસી ટાઉનમાં ટૂ-સીટર ગ્લાઇડર પર સાત જણે બેસીને હવામાં ઊડવાનો સ્ટન્ટ કર્યો હતો અને એ આખીય ઘટનાને વિડિયોમાં અલગ-અલગ ઍન્ગલથી કેદ કરી હતી. સ્વાભાવિક રીતે બે જણની સીટ ધરાવતા ગ્લાઇડર પર સાત જણ એમ જ બેસે તો એ હવામાં ઊડી જ ન શકે, પરંતુ એ માટે ગ્લાઇડરની વિન્ગને વધુ પહોળી કરવામાં આવી હતી. વિન્ગમાં ૧૧૩૦ સ્ક્વેર ફુટનું ફૅબ્રિક હતું તેમ જ બધી જ તરફનું બૅલૅન્સ બરાબર જળવાય એ માટે છ જણનું એક સર્કલ તૈયાર કરવામાં આવેલું. આ છ જણની ઉપર એક પાયલટ હતો જે તેમની ઉપરની સીટ પર બેસીને ગ્લાઇડરને કન્ટ્રોલ કરી રહ્યો હતો. નીચે બેઠેલામાંથી એક જણે સેલ્ફી-સ્ટિક દ્વારા અને એક ગો-પ્રો કૅમેરા દ્વારા આ સ્ટન્ટને કૅમેરામાં લીધો હતો. સાતેય દોસ્તો લગભગ ૪૦ મિનિટ સુધી હવામાં વિહર્યા હતા અને ૫૪૧૩ ફુટની ઊંચાઈએ વિહરીને હેમખેમ પાછા આવી ગયા હતા. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK