Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ટાબરિયું તેનાં મમ્મી-પપ્પાને સાંકેતિક ભાષામાં ફિલ્મ સમજાવે છે

આ ટાબરિયું તેનાં મમ્મી-પપ્પાને સાંકેતિક ભાષામાં ફિલ્મ સમજાવે છે

29 December, 2019 09:44 AM IST |

આ ટાબરિયું તેનાં મમ્મી-પપ્પાને સાંકેતિક ભાષામાં ફિલ્મ સમજાવે છે

ગેબ્રિયલ ટોસલૅન્ડ

ગેબ્રિયલ ટોસલૅન્ડ


ચાર વર્ષની વયનો ગેબ્રિયલ ટોસલૅન્ડ તેના બહેરા માતા-પિતા માટે સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીને ફિલ્મ સમજાવી રહ્યો હોય એવો વિડિયો વાઇરલ થયો છે. ગેબ્રિયલ માત્ર ચાર મહિનાનો હતો જ્યારે તેણે સાંકેતિક ભાષા શીખવાની શરૂઆત કરી હતી. વાઇરલ થયેલા વિડિયોમાં પરિવારના ક્રિસમસ-ટ્રી પાસે બેસીને ગેબ્રિયલ ફિલ્મને સાંકેતિક ભાષામાં સમજાવી રહ્યો છે. ગેબ્રિયલનાં માતા-પિતા એબીગિલ બ્રિટ્ટન અને કોનોર સંપૂર્ણપણે બહેરાં છે. ગેબ્રિયલે ચાર મહિનાની વયે દૂધ, સ્નાન, ડાઇપર જેવા નાના નાના શબ્દોથી સાંકેતિક ભાષા શીખવાની શરૂઆત કરી હતી. ગેબ્રિયલનાં માતા-પિતા બન્ને બ્રિટિશ સાઇન લૅન્ગ્વેજ શીખ્યાં હતાં અને તેઓ ઇચ્છતાં હતાં કે તેમનો પુત્ર પણ આ ભાષા શીખે. હાલમાં ગેબ્રિયલ તેની ૧૯ મહિનાની બહેનને સાંકેતિક ભાષા શીખવી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2019 09:44 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK