આ બહેન ત્રણ ફુટ લાંબો હૉટડૉગ માત્ર 25 મિનિટમાં ઝાપટી ગયાં
જોયો છે આટલો લાંબો હોટડોગ
ખાવાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જાણીતી ફૂડ-બ્લૉગર કેટ ઓવન્સ ત્રણ ફુટ લાંબો લગભગ ૫૦૦૦ કૅલરી ધરાવતો હૉટડૉગ માત્ર ૨૫ મિનિટમાં ઓહિયાં કરી ગઈ. સાઉથ ઈસ્ટ લંડનમાં આવેલા ઓહ માય ડૉગ રેસ્ટોરાંના બે માણસો આ વિશાળકાય હૉટડૉગને ખેંચીને કેટના ટેબલ સુધી લઈ આવ્યા હતા. કેટ જાયન્ટ ફૂડ ચૅલેન્જિસ જીતવા માટે પંકાયેલી છે. જોકે તેણે ચૅલેન્જિસ જીતવા કરતાં વધુ અડધેથી છોડી દીધી છે.
આ પણ વાંચો : સુહાગરાતે દેખાડો કરી શકાય એવી વર્જિનિટી પિલ્સ આવી ગઈ છે
ADVERTISEMENT
કેટનું કહેવું છે કે સામાન્ય રીતે હું ચૅલેન્જ કરાયેલી વસ્તુ અડધી પૂરી કરું ત્યાં સુધીમાં ચૅલેન્જ પૂરી કરવા માટે આશંકિત થઈ જાઉં છું, પણ આ વિશાળકાય હૉટડૉગ એટલો ટેસ્ટી હતો કે મને ખાતરી હતી કે હું ચૅલેન્જ પૂરી કરી શકીશ. આ વિશાળકાય હૉટડૉગ તૈયાર કરવા માટે રેસ્ટોરાંના સ્ટાફે નવાં વાસણ તૈયાર કરવાં પડ્યાં હતાં.