Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નૉન-સ્ટૉપ 1200ની સ્ટ્રાઇક કરીને રેકૉર્ડ બનાવ્યો પાંચ વર્ષના આ બાળકે

નૉન-સ્ટૉપ 1200ની સ્ટ્રાઇક કરીને રેકૉર્ડ બનાવ્યો પાંચ વર્ષના આ બાળકે

16 January, 2020 08:42 AM IST | Hyderabad

નૉન-સ્ટૉપ 1200ની સ્ટ્રાઇક કરીને રેકૉર્ડ બનાવ્યો પાંચ વર્ષના આ બાળકે

નૉન-સ્ટૉપ 1200ની સ્ટ્રાઇક કરીને રેકૉર્ડ બનાવ્યો

નૉન-સ્ટૉપ 1200ની સ્ટ્રાઇક કરીને રેકૉર્ડ બનાવ્યો


પાંચ વર્ષના છોકરાએ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પામવું એક સિદ્ધિ છે, જે મેળવવા માટે તેણે અથાક મહેનત કરવી પડી છે. હૈદરાબાદના પાંચ વર્ષના આશમન તનેજાએ એક કલાક સુધી સતત ફુલ કૉન્ટૅક્ટની સ્ટ્રાઇક કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

non-stop-strike



આશમન યુએસ વર્લ્ડ ઓપન તાઇ ક્વાન્ડોમાં સિલ્વર મેડલનો વિજેતા છે તથા ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પણ ધરાવે છે. આશમનના પિતા આશિષ તનેજાએ જણાવ્યું હતું કે આશમને સફળતાપૂર્વક એક કલાક સુધી અટક્યા વિના ૧૨૦૦ની સ્ટ્રાઇક કરીને રેકૉર્ડ બનાવી સૌને ચકિત કરી દીધા છે. આટલી નાની વયે આ ઉપલબ્ધિ મેળવવા માટે આશમને ઘણી સખત મહેનત કરી છે.


આ પણ વાંચો : એક તપેલામાં પાંચ કલાકની મહેનતે બનાવવામાં આવી રેકૉર્ડબ્રેક 1995 કિલો ખીચડી

વાસ્તવમાં આશમન તેની બહેનથી પ્રભાવિત છે. તેની બહેન પણ તાઇ ક્વાન્ડો પ્લેયર છે અને આશમને તેની પાસેથી જ પ્રશિક્ષણ લીધું છે. આશમને કહ્યું કે મારી બહેને જ્યારે બે વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યા ત્યારે મને પણ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવવાની પ્રેરણા મળી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2020 08:42 AM IST | Hyderabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK