Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શું તમે વાઘને આ ફોટોમાં શોધી શકો છો? આ ક્વીઝમાં લોકોના છૂટી ગયા પસીના

શું તમે વાઘને આ ફોટોમાં શોધી શકો છો? આ ક્વીઝમાં લોકોના છૂટી ગયા પસીના

28 July, 2020 09:23 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શું તમે વાઘને આ ફોટોમાં શોધી શકો છો? આ ક્વીઝમાં લોકોના છૂટી ગયા પસીના

હરણ

હરણ


સોશિયલ મીડિયા પર વાઈલ્ડલાઈફ વીડિયોઝ ઘણા પસંદ કરવામાં આવે છે. હાલ કોરોના વાઈરસે આખા વિશ્વમાં આતંક ફેલાવી રાખ્યો છે અને એનાથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. કોરોના વાઈરસના લીધે લોકોનો હાલ બેહાલ થઈ ગયો છે અને લોકો પોતાના ઘરમાં બંધ છે. મજૂરો માટે ચાલી રહેલી ટ્રેનમાં લોકોની ખાવા-પીવાની પણ કઈ સગવડ નથી. બસ ગમે તે રીતે એ લોકોને પોતાના ઘરે પહોંચવું છે. આવો જ હાલ પ્રાણીઓનો પણ જોવા મળી રહ્યો છે. રસ્તો સૂમસામ હોવાથી તેઓ પણ રસ્તા પર ભૂખ્યા અને તરસ્યા ભટકી રહ્યા છે અને ખાવા માટે શિકારની શોધમાં નીકળી પડ્યા છે.

હાલમાં જ ભારતીય વન સેવાના અધિકારી રમેશ બિશ્નોઈએ ટ્વિટર યૂઝર્સ માટે એક ક્વીઝ રજૂ કરી છે. એમણે એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં એમણે પોતાના ફૉલોઅર્સને જાનવરને શોધવા કહ્યું. માઈક્રોબ્લોગિંગ પ્લેટફૉર્મ પર બિશ્નોઈએ એક જંગલની તસવીર શૅર કરી છે, એમાં એમણે લોકોને જણાવ્યું કે આ તસવીરમાં એક શિકારી છૂપાઈને બેઠો છે. એમણે પોતાના ફૉલોઅર્સને એ જાનવર શોધવા કહ્યું.




રમેશ બિશ્નોઈએ ફોટો શૅર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, શિકારી અને શિકાર સાથે આંખનો સંપર્ક. તમે શિકારી શોધી શકો છો?


તસવીરમાં જોઈ શકાય છે કે હરણ પાછળની તરફ કોઈને જોઈ રહ્યો છે. આ ફોટોને કાળજીપૂર્વક જુઓ અને શોધી બતાવો કે આ ચિત્રમાં શિકારી ક્યાં છુપાયેલ છે.

આ તસવીર એમણે 27 મે એ શૅર કરી હતી, જેને અત્યાર સુઘી 550થી વધારે લાઈક્સ અને ઘણા કમેન્ટ્સ આવી ચૂક્યા છે. કેટલાક લોકો જાનવરને શોધવામાં સફળ રહ્યા છે. પરંતુ એમણે જણાવ્યું નહીં કે શિકારી છેલ્લો બેઠો ક્યાં છે.

કેટલાંક લોકોએ જણાવ્યું કે આ તસવીરમાં સાંપ દેખાઈ રહ્યો છે. તો કેટલાક લોકોએ જણાવ્યું કે વાઘની નજર દેખાઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

28 July, 2020 09:23 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK