સોશ્યલ ડિસ્ટન્સિંગના નામે ક્યારેય પેઇન્ટ રોલરથી હલદી સેરિમની થતી જોઈ છે
‘સોશ્યલ ડિસ્ટન્સ હલ્દી સેરિમની.’
કોવિડ-૧૯ના સમયમાં દરેક કામમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું મહત્વ વધી ગયું છે. લગ્નમાં પણ પચાસ જણથી વધુની હાજરી અલાઉડ નથી કરવામાં આવતી ત્યારે કેટલાક લોકોએ લગ્નની પરંપરાઓમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગના અનોખા નુસખાઓ દ્વારા સાદગીથી થઈ રહેલાં લગ્નને યાદગાર બનાવી દીધાં છે.
Social distancing Haldi ceremony. ?? pic.twitter.com/OPa7zA6hid
— payal bhayana ?? (@payalbhayana) September 26, 2020
ADVERTISEMENT
પાયલ ભાયના નામના ટ્વિટર હૅન્ડલ પરથી એક હલ્દી સેરિમનીનો વિડિયો શૅર થયો છે જે જબરજસ્ત ફની છે. હલદી લગાવતી વખતે બધાના હાથનો સંપર્ક દુલ્હનને ન થાય એ માટે પેઇન્ટ રોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોટા બાઉલમાં પીઠીનું મિશ્રણ ભરેલું છે અને બધા જ લોકો એ પીઠીમાં પેઇન્ટ રોલર બોળીને દૂરથી જ દુલ્હના હાથ, મોં અને પગે રોલર ફેરવી રહ્યા છે. આ વિડિયોની કૅપ્શનમાં લખવામાં આવ્યું છે, ‘સોશ્યલ ડિસ્ટન્સ હલ્દી સેરિમની.’