Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઓડિશાના ટાઇગર રિઝર્વમાં જોવા મળ્યો દુર્લભ કાળો વાઘ

ઓડિશાના ટાઇગર રિઝર્વમાં જોવા મળ્યો દુર્લભ કાળો વાઘ

06 November, 2020 07:47 AM IST | Odisha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓડિશાના ટાઇગર રિઝર્વમાં જોવા મળ્યો દુર્લભ કાળો વાઘ

બ્લૅક ટાઇગર

બ્લૅક ટાઇગર


તાજેતરમાં ઓડિશાના મયૂરભંજના સિમલીપાલ ટાઇગર રિઝર્વમાં ફરવા ગયેલા ફોટોગ્રાફર સૌમેન બાજપેયીના કૅમેરામાં એક કાળા વાઘની તસવીરો ઝડપાઈ છે. આ બહુ જ દુર્લભ મનાતો મેલાનિસ્ટિક ટાઇગર જાતિનો વાઘ છે.

black-tiger



સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલો બ્લૅક ટાઇગર આમ તો બેન્ગૉલ ટાઇગર જ ગણાય, પરંતુ તેના જુદા રંગ ઉપરાંત કદમાં સહેજ નાનો હોવાથી એને મેલાનિસ્ટિક ટાઇગર કહેવાય છે. જીનેટિક ડિફેક્ટને કારણે તેના શરીર પરના કાળા પટ્ટા વધારે પહોળા હોવાથી વચ્ચેના નારંગી પટ્ટા લગભગ છુપાયેલા રહે છે એથી એ વાઘ આખો કાળો દેખાય છે અને એના ચટાપટા દેખાતા નથી. 


સૌમેન બાજપેયી પક્ષી અને વાંદરા નીરખતા હતા ત્યારે અચાનક કાળો વાઘ તેમની દૃષ્ટિનો વિષય બન્યો હતો. ઘડી બે ઘડી માટે તો તેમને તેઓ શું જોઈ રહ્યા છે એ જ સમજાતું નહોતું. વાઘ ઝાડી-ઝાંખરા વચ્ચેથી નીકળીને થોડી ક્ષણોમાં ફરી અંદર ચાલ્યો ગયો એટલા વખતમાં તેમણે કેટલીક તસવીરો લઈ લીધી હતી. ઠીક-ઠીક વિચાર કર્યા પછી એ મેલાનિસ્ટિક ટાઇગર હોવાનો તેમને ખ્યાલ આવ્યો હતો.   


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2020 07:47 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK