એક્સગર્લફ્રેન્ડે પ્રેમીને મોકલાવ્યા કાંદા, “હું ખૂબ રડી, હવે તારો વારો”

Published: May 21, 2020, 09:37 IST | Gujarati Mid-day Correspondent | China

પ્રેમીના દગાથી ત્રણ દિવસ સુધી લગાતાર રડ્યા બાદ રોષે ભરાયેલી ઝાઓએ તેના ઘરે 1000 કિલો કાંદા મોકલવાનો નિર્ણય લીધો.

ગર્લફ્રેન્ડે પ્રેમીને મોકલાવ્યા 1000 કિલો કાંદા
ગર્લફ્રેન્ડે પ્રેમીને મોકલાવ્યા 1000 કિલો કાંદા

ચીનમાં એક મહિલાનું દિલ તેના પ્રેમીએ તોડ્યું, જેનો બદલો લેતાં પ્રેમિકાએ તેના ઘરના દરવાજે એક ટન એટલે કે 1000 કિલો કાંદા ડિલિવર કરાવ્યા. ઝાઓ નામે ઓળખાતી આ મહિલા અને તેના પ્રેમી વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હતો, પરંતુ તેના બૉયફ્રેન્ડે તેની સાથે દગો કર્યો અને બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. પ્રેમીના દગાથી ત્રણ દિવસ સુધી લગાતાર રડ્યા બાદ રોષે ભરાયેલી ઝાઓએ તેના ઘરે 1000 કિલો કાંદા મોકલવાનો નિર્ણય લીધો. ડિલિવરી બૉયને તેણે પ્રેમીને જાણ કર્યા સિવાય જ કાંદા ઠાલવી આવવાની સૂચના આપી હતી. આ ઘટનાનો વિડિયો ચીનના સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે પ્રેમી અચંબિત થઈને કાંદાની ગૂણીઓ જોઈ રહ્યો છે. કાંદા સાથે ઝાઓએ એક ચિઠ્ઠી મોકલી છે, જેમાં લખ્યું છે કે હું ત્રણ દિવસ સુધી રડી; હવે રડવાનો વારો તારો છે.

ઝાઓના પ્રેમીનું કહેવું છે કે તેના આવા નાટકીય અંદાજને કારણે જ તેણે ઝાઓ સાથે બ્રેકઅપ કર્યું હતું. ઝાઓનો પ્રેમી રડ્યો કે નહીં એ તો ભગવાન જાણે પણ કમ્પાઉન્ડમાં પડેલા આટલા બધા કાંદાને કારણે હાલ તેના પાડોશીઓ રડી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK