વર્જીનિયામાં વીફરેલી ગાયે બજારમાં કરી તોડફોડ
ગાયે બજારમાં કરી તોડફોડ
ગાય કે આખલો ખૂંટેથી છૂટી ગયાં હોય અથવા ખોરાક શોધવા માટે રખડતાં હોય ત્યારે વીફરીને બજારમાં તોડફોડ કરતાં હોવાની ઘટના ભારતનાં ગામડાં અને શહેરોમાં અવારનવાર જોવા મળે છે, પરંતુ અમેરિકાના વર્જીનિયામાં તાજેતરમાં લાઇવ સ્ટૉક ટ્રેઇલરમાંથી કૂદીને નાસી છૂટેલી ગાયે ધમાલ મચાવી હતી. ગયા મંગળવારે વર્જીનિયાના ચીસપીક વિસ્તારમાં ઇન્ટર સ્ટેટ હાઇવે પર સશક્ત તાજીમાજી ગાય તોફાને ચડ્યા પછી એને ઝબ્બે કરવા માટે ફાયર-ફાઇટર્સ, પોલીસ તથા અન્ય વિભાગના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગાય પકડાઈ ગયા પછી ચેતવણી સાથે એના માલિકને સોંપવામાં આવી હતી.