દરિયાઈ પંખી અચાનક ઉડતું કિચનમાં આવ્યું અને વૉમિટ કરીને ઊડી ગયું

Published: May 25, 2020, 08:22 IST | Gujarati Mid-day Correspondent | England

અચાનક બહારથી એક પંખી ઊડતું-ઊડતું ઘરમાં આવ્યું. પાંખો વીંઝતું એ પંખી સીગલ એટલે કે દરિયાઈ બગલો હતો.

સીગલ
સીગલ

ઘરમાં અચાનક દરિયાઈ પંખી આવ્યું, ભગાડવાની કોશિશ કરી તો કિચનમાં વૉમિટ કરીને ઊડી ગયું

લૉકડાઉનના એકાંતમાં અવનવી ઘટનાઓ અને લોકોના અવનવા અનુભવો આશ્ચર્યજનક હોય છે. ઇંગ્લૅન્ડના બ્રાઇટન શહેરમાં બે મહિલાઓ ૨૭ વર્ષની નતાલી વોટનબેચ અને ૨૮ વર્ષની શાર્લટ મોર્લી ઘરમાં બેઠાં-બેઠાં લૅપટૉપ પર ઝૂમ ઍપ દ્વારા મિત્રોની જોડે ક્વિઝ રમતી હતી ત્યારે અચાનક બહારથી એક પંખી ઊડતું-ઊડતું ઘરમાં આવ્યું. પાંખો વીંઝતું એ પંખી સીગલ એટલે કે દરિયાઈ બગલો હતો. બગલાને જોઈને બન્ને ઊભી થઈ ગઈ અને બૂમાબૂમ કરવા માંડી. એને ત્યાંથી કાઢવા માટે ‘હે.. ગેટ આઉટ .. હે ગો અવે, વેર આર યુ ગોઇંગ?’ એવી બૂમો પાડવા લાગી. જોકે બગલો સીધો રસોડાની દિશામાં આગળ વધ્યો અને કિચન કાઉન્ટર પર ઊલટી કરી.

એ વખતે શાર્લટ મોર્લી અને નતાલી વોટનબેચ ત્રણ-ચાર પેગના નશામાં હતી. લૅપટૉપ પર ક્વિઝ રમતા મિત્રોને તેમની સ્થિતિનો પૂરેપૂરો ખ્યાલ હતો. એથી એ લોકો ઑનલાઇન તમાશો જોતા હતા. નતાલીને બગલાની પાંખના ફફડાટમાં શૅમ્પેનની કે અન્ય બાટલીઓ ફૂટી જવાનો ડર લાગતો હતો. દરમ્યાન કિચન કાઉન્ટર પર છાશ અને ભાતના દાણા જેવી ધોળી-ધોળી ઊલટી જોઈને શાર્લટને ઊબકા આવવા માંડ્યા એટલે તે બાથરૂમ તરફ દોડી ગઈ અને કિચન કાઉન્ટરની સફાઈ નતાલીના ભાગે આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK