Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ પઝલવીરે બનાવ્યું 6 ફુટ 7 ઇંચનું રુબિક ક્યુબ

આ પઝલવીરે બનાવ્યું 6 ફુટ 7 ઇંચનું રુબિક ક્યુબ

01 April, 2020 07:26 AM IST | England
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પઝલવીરે બનાવ્યું 6 ફુટ 7 ઇંચનું રુબિક ક્યુબ

6 ફુટ 7 ઇંચનું રુબિક ક્યુબ

6 ફુટ 7 ઇંચનું રુબિક ક્યુબ


ઇંગ્લૅન્ડના સલ્ફોકના એક પઝલ ગેમ્સના ચાહક અને ભૂતપૂર્વ આર્કિયોલૉજિસ્ટ ૫૪ વર્ષના ટોની ફિશરે ૬ ફુટ ૭ ઇંચનો રુબિક ક્યુબ બનાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિક્રમ નોંધાવ્યો છે. ટોનીને ૧૯૮૦ના દાયકાથી  રુબિક ક્યુબ બનાવવાનો શોખ જાગ્યો અને એ શોખ સતત વધતો ગયો. ગયા નવેમ્બરમાં પ્લાસ્ટિક પાઇપ્સ અને રિઇન્ફોર્સ્ડ બૉક્સનો ૧૬૦ કિલોનો રુબિક ક્યુબ બનાવતાં ટોનીને ૩૩૦ કલાક લાગ્યા હતા. ૨૦૧૬માં પાંચ ફુટ ૧ ઇંચનો રુબિક કયુબ બનાવીને ટોનીએ વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. જોકે ત્યાર પછીનાં ત્રણ વર્ષમાં એ વિક્રમ બે વખત તૂટ્યો હતો એથી ટોની ફિશરે ફરી નવો વિશ્વવિક્રમ સ્થાપવા માટે તાજેતરમાં વધુ એક રુબિક ક્યુબ બનાવ્યો હતો. ટોનીને બાળપણમાં ગિનેસ બુકમાં વિક્રમ નોંધાવવાની ઘણી ઘેલછા હતી. એ વખતે ટોની સૌથી ઝડપી દોડવીર બનવાનો અથવા સૌથી ઊંચો પહાડ ચડવાનો વિક્રમ નોંધાવવા ઇચ્છતો હતો. તેની એ ઇચ્છા પચાસેક વર્ષની ઉંમરે પૂરી થઈ, પરંતુ સાવ જુદા ક્ષેત્રમાં.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2020 07:26 AM IST | England | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK