ગર્ભનાળમાંથી સ્મૂધી બનાવીને વેચવાના બિઝનેસ માટે અભિનેત્રીએ અભિનયનું ક્ષેત્ર છોડી દીધું

Published: Feb 18, 2020, 07:55 IST | England

ગર્ભનાળમાંથી સ્મૂધી બનાવીને વેચવાના બિઝનેસ માટે અભિનેત્રીએ નોકરી છોડી દીધી

ગર્ભનાળમાંથી સ્મૂધી બનાવી
ગર્ભનાળમાંથી સ્મૂધી બનાવી

ઇંગ્લૅન્ડના નોર્વિચમાં રહેતી ૩૪ વર્ષની નિક્કી વેલિંગની પહેલી વાર ૬ વર્ષ પહેલાં ડિલિવરી થઈ હતી અને એ વખતે તેણે ખૂબ હતાશા અનુભવી હતી. બીજી વાર ચાર વર્ષ પહેલાં પ્રસૂતિ થઈ અને એ વખતે તેણે પોતાની ગર્ભનાળની સ્મૂધી બનાવીને પીધી. એ પછી તે ખૂબ સારું ફીલ કરવા માંડી. પ્રસૂતિ બાદની હતાશા પણ ખંખેરાઈ ગઈ હોય એવી તાજગી તે અનુભવી રહી હતી.
પોતાને થયેલા આ અનુભવને અન્ય માતાઓ સાથે વહેંચવા નિક્કીએ તેની અભિનેત્રી તરીકેની કારકિર્દી ત્યજીને ગર્ભનાળ સ્મૂધી કે કૅપ્સ્યુલનો બિઝનેસ શરૂ કર્યો છે.

smoothie

પ્રસૂતિ બાદની હતાશા દૂર કરવા માટે તે કાંઈ પણ કરવા તૈયાર હતી. નિક્કીએ ગર્ભનાળ સાથે વિવિધ બેરીઝનું પીણું બનાવીને પીધું જેને કારણે તેને ઝડપી રિકવરી થઈ હોવાનું પણ નિક્કી જણાવે છે.

ગર્ભનાળની પહેલી સ્મૂધી પીધા પછી માત્ર ૩૦-૪૦ મિનિટમાં મને ઘણું સારું ફીલ થતું હતું અને મેં મારી આ ખુશી અન્ય માતાઓ સુધી પહોંચાડવા માટે અભિનેત્રી તરીકેનું કામ છોડીને ગર્ભનાળની સ્મૂધી કે કૅપ્સ્યુલનો બિઝનેસ શરૂ કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK