બાર ફુટનો પાળેલો અજગર લઈને મૉલમાં ફરવા નીકળ્યા આ ભાઈ

Published: 7th October, 2020 07:26 IST | Gujarati Mid-day Correspondent | England

ઇંગ્લૅન્ડના બ્રિગટન ટાઉનમાં એક શૉપર પોતાના બાર ફુટ લાંબા અજગરને લઈને ફરવા નીકળ્યો અને એ પણ મૉલમાં.

અજગર લઈને મૉલમાં ફરવા નીકળ્યા આ ભાઈ
અજગર લઈને મૉલમાં ફરવા નીકળ્યા આ ભાઈ

ઇંગ્લૅન્ડના બ્રિગટન ટાઉનમાં એક શૉપર પોતાના બાર ફુટ લાંબા અજગરને લઈને ફરવા નીકળ્યો અને એ પણ મૉલમાં. સ્વાભાવિક છે એને કારણે કેટલાક લોકો ડરને કારણે હડબડી ગયા તો કેટલાક આ વિચિત્ર જીવને જોઈને અચરજમાં પડી ગયા હતા. ત્રીસ વર્ષના એરિક સેલ્બી નામના ભાઈ પોતાની યુટ્યુબ ચૅનલ માટે કેટલાક ફ્રેન્ડ્સને લઈને અજગર સાથે નીકળ્યા હતા. જોકે બે પોલીસવાળાએ તેને રોકીને મુકતપણે ફરતા અટકાવ્યો હતો. જ્યારે પોલીસે તેમને અટકાવ્યા ત્યારે અજગર પેલા યુવકના ખભેથી સરકીને રોડ અને દીવાલ પર આમતેમ આંટા મારવા લાગ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK