શ્વાનને ખોબલે-ખોબલે પાણી પીવડાવતા આ વૃદ્ધના વિડિયોએ તો દિલ જીતી લીધું

Published: Jul 22, 2020, 07:00 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

તાજેતરમાં એક તરસ્યા ડૉગીનો વિડિયો આવ્યો છે. એમાં એક વૃદ્ધ વ્યક્તિ નજીકના નળમાંથી ખોબામાં પાણી ભરીને એમાંથી શ્વાનને પાણી પિવડાવે છે.

શ્વાનને ખોબલે-ખોબલે પાણી પીવડાવતો વૃદ્ધ
શ્વાનને ખોબલે-ખોબલે પાણી પીવડાવતો વૃદ્ધ

છેલ્લા થોડાક સમયથી તરસ્યા પ્રાણીઓના પાણી પીતા વિડિયો સોશ્યલ મીડિયા પર વારતહેવારે વહેતા રહે છે. તાજેતરમાં એક તરસ્યા ડૉગીનો વિડિયો આવ્યો છે.

આ પણ વાંચો : કોરોનાથી મૃત્યુ પામેલી માની ઝલક મેળવવા આ દીકરો હૉસ્પિટલની બારીએ ચડી ગયો

એમાં એક વૃદ્ધ વ્યક્તિ નજીકના નળમાંથી ખોબામાં પાણી ભરીને એમાંથી શ્વાનને પાણી પિવડાવે છે. ખોબાનું પાણી ખતમ થઈ જાય છે તો ફરીથી નળમાંથી પાણી ભરી લે છે.

આ વિડિયો પોસ્ટ કરીને ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર સુશાંત નંદા લખે છે, ‘માનવતા દિલમાં હોય છે, હેસિયતમાં નહીં. ઉપરવાળો કર્મ જુએ છે, વસિયત નહીં.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK