110 વર્ષના દાદા અને 104 વર્ષનાં દાદી બન્યાં વિશ્વના સૌથી મોટી વયનાં મૅરિડ કપલ

Published: Aug 30, 2020, 07:18 IST | Gujarati Mid-day Correspondent | Ecuador

ઇક્વાડોરનાં છોરા-છોરીએ ૭૦ વર્ષ પહેલાં નાસી જઈને કુટુંબીજનોથી છૂપી રીતે લગ્ન કર્યાં હતાં : હાલમાં બન્નેની ભેગી ઉંમર ૨૧૫ વર્ષ થવા જઈ રહી છે

વિશ્વના સૌથી મોટી વયનાં મૅરિડ કપલ
વિશ્વના સૌથી મોટી વયનાં મૅરિડ કપલ

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે ઇક્વાડોરના જુલિયો મોરા અને વાલ્ડ્રામિના ક્વિન્તેરોસ વિશ્વના સૌથી વૃદ્ધ હયાત દંપતી હોવાની નોંધ કરી છે. જુલિયો મોરાનો જન્મ ૧૯૧૦ની ૧૦ માર્ચે અને વાલ્ડ્રામિના ક્વિન્તેરોસનો જન્મ ૯૧૫ની ૧૬ ઑક્ટોબરે થયો હતો. બન્નેએ લગ્ન ૧૯૪૧ની ૭ ફેબ્રુઆરીએ લગ્ન કર્યાં હતાં. ક્વિટો શહેરમાં સ્પૅનિશ લોકોએ બાંધેલા ચર્ચમાં તેમનાં લગ્ન થયાં હતાં. જુલિયો મોરા અને વાલ્ડ્રમિનાના કુટુંબીજનો તેમનાં લગ્ન સાથે સંમત ન હોવાથી બન્નેએ ઘરેથી નાસી જઈને લગ્ન કર્યાં હતાં. તેમનાં સંતાનોમાંથી ચાર જીવંત છે. પૌત્ર-પૌત્રીઓ અને દોહિત્ર-દોહિત્રીઓની સંખ્યા ૧૧ તેમજ પ્રપૌત્રોપ્રદોહિત્રોની સંખ્યા ૨૧ છે. એના પછીની એટલે કે પાંચમી પેઢીનું પણ એક સંતાન જુલિયો મોરા અને વાલ્ડ્રામિના ક્વિન્તેરોસના પરિવારમાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK