Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇલેક્ટ્રિક કારમાં આ ભાઈએ કરી વિશ્વની સૌથી લાંબી 95,000 કિલોમીટરની સફર

ઇલેક્ટ્રિક કારમાં આ ભાઈએ કરી વિશ્વની સૌથી લાંબી 95,000 કિલોમીટરની સફર

09 April, 2019 09:19 AM IST |

ઇલેક્ટ્રિક કારમાં આ ભાઈએ કરી વિશ્વની સૌથી લાંબી 95,000 કિલોમીટરની સફર

ડચભાઈએ ઈલેક્ટ્રિક કારમાં કરી 95,000 કિલોમીટરની સફર

ડચભાઈએ ઈલેક્ટ્રિક કારમાં કરી 95,000 કિલોમીટરની સફર


પેટ્રોલ અને ડીઝલની અછતને પગલે હવે ઈ-વેહિકલ જ ભવિષ્યનો ઉત્તમ વિકલ્પ બની શકે એમ છે એવું લાગી રહ્યું છે. જોકે ઇલેક્ટ્રિક કાર તો શહેરની અંદર જ ટ્રાવેલ કરવા માટે કામની છે એવી માન્યતા છે. આ ભ્રમણા દૂર કરવા માટે વીબે વેકર નામના ડચભાઈએ ત્રણ વર્ષ પહેલાં ઇલેક્ટ્રિક કાર લઈને વિશ્વભ્રમણ કરવાનું બીડું ઝડપ્યું હતું. આ રવિવારે વીબે વેકરે તેની વિશ્વભ્રમણની સફર પૂરી કરી હતી. આ ત્રણ વર્ષ દરમ્યાન વીબે ૩૩ દેશો ઘૂમ્યા અને ૯૫,૦૦૦ કિલોમીટરની યાત્રા કરી. તેણે ૨૦૦૯ની ફૉક્સવેગન કારને ઈ-કારમાં કન્વર્ટ કરી હતી અને ૧૧૧૯ દિવસમાં યુરોપ, મિડલ-ઈસ્ટ અને સાઉથ-ઈસ્ટ એશિયાના ૩૩ દેશોની સફર કરી હતી. નેધરલૅન્ડ્સથી ઑસ્ટ્રેલિયાની સફર વિશ્વભરના લોકોએ આપેલા ફન્ડની મદદથી થઈ હતી.

આ પણ વાંચો : આવી પણ કઈ ચેલેન્જ હોય, જુઓ શું ખાવાની ચેલેન્જ આપી



જો કાર ઇંધણ પર ચાલતી હોત તો એમાં ૬૭૮૫ લિટર પેટ્રોલ વપરાયું હોત જેનો ખર્ચ ૧૮૦૦ અમેરિકન ડૉલર એટલે કે ૧,૨૫,૩૦૦ રૂપિયાનો ખર્ચ થાત. એના બદલે ઈ-વેહિકલે એક ચાર્જમાં ૨૦૦ કિલોમીટરની એવરેજ આપી હતી. આ વિશ્વભ્રમણમાં ૩૦૦ અમેરિકન ડૉલર એટલે કે ૨૦,૫૦૦ રૂપિયાની ઇલેક્ટ્રિસિટી ખર્ચાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2019 09:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK