Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મોંમાં ચાર ફુટનો સાપ જતો રહ્યો, ડૉક્ટરોએ ખેંચીને ગળામાંથી કાઢ્યો

મોંમાં ચાર ફુટનો સાપ જતો રહ્યો, ડૉક્ટરોએ ખેંચીને ગળામાંથી કાઢ્યો

08 September, 2020 07:13 AM IST | Russia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોંમાં ચાર ફુટનો સાપ જતો રહ્યો, ડૉક્ટરોએ ખેંચીને ગળામાંથી કાઢ્યો

મોંમાં ચાર ફુટનો સાપ જતો રહ્યો

મોંમાં ચાર ફુટનો સાપ જતો રહ્યો


શીર્ષક વાંચીને મોં ખુલ્લું થઈ ગયું હોય તો બંધ કરો. આ કોઈ મનઘડંત વાત નથી. હકીકતમાં આમ થયું છે. રશિયાના લેવાશી ગામની ઘટના છે. એક મહિલા ગાર્ડનમાં સૂઈ ગયેલી. સૂતી વખતે કદાચ મોં ખૂલ્લું રહી ગયું હશે. એ વખતે જે થયું એની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ‍મોંમાં કંઈક જતું રહ્યું હોવાથી બેચેની અનુભવાતાં તે જાગી ગઈ. તરત જ તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી. ડૉક્ટરોએ તપાસ કરતાં જે જાણવા મળ્યું એ તો તેમના માટે પણ કદાચ જિંદગીમાં પહેલી વારનો અનુભવ હશે. ગળામાં ફસાયેલી ચીજો કાઢવા માટેની મોટી ટ્યુબ નાખીને તેમણે ચીપિયો નાખ્યો અને ખેંચીને બહાર આવતી જે ચીજ જોઈ એનાથી તો ડૉક્ટરોના પગ તળેથી ધરતી ખસી ગઈ. ડૉક્ટરો ખેંચતા ગયા, ખેંચતા ગયા અને ગળામાંથી લગભગ ચાર ફુટનો સાપ નીકળ્યો. સાપ બહાર આવ્યો ત્યારે પણ હજી સળવળી રહ્યો હોય એવું લાગતું હતું. આ ઘટનાનો વિડિયો ડૉક્ટરોએ જ શૅર કર્યો છે, પણ દરદીની ઓળખ જાહેર નથી કરી. તેના મોંમાં કયા પ્રકારનો સાપ જતો રહેલો એ વિશે પણ કોઈ જાણકારી નથી મળી. હા, પેશન્ટ હવે ખતરાથી બહાર છે.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2020 07:13 AM IST | Russia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK