સાંભળીને જ ઊલટી થાય એવાં પીણાંનો ઉમેરો થયો છે સ્વીડનના મ્યુઝિયમમાં

Published: Sep 06, 2020, 07:32 IST | Gujarati Mid-day Correspondent | Sweden

સ્વીડનના માલ્મોમાં એક ફૂડ મ્યુઝિયમ છે. એ મ્યુઝિયમમાં થૂંકને ફર્મેન્ટ કરીને બનાવેલો વાઇન, કેદખાનાના ટૉઇલેટ્સમાં ફર્મેન્ટ કરેલો લિકર, ટૅક્સીડર્મી એટલે કે મસાલો ભરીને સાચવેલી ખિસકોલીના મોઢામાંથી પીરસવામાં આવે છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

સ્વીડનના માલ્મોમાં એક ફૂડ મ્યુઝિયમ છે. એ મ્યુઝિયમમાં થૂંકને ફર્મેન્ટ કરીને બનાવેલો વાઇન, કેદખાનાના ટૉઇલેટ્સમાં ફર્મેન્ટ કરેલો લિકર, ટૅક્સીડર્મી એટલે કે મસાલો ભરીને સાચવેલી ખિસકોલીના મોઢામાંથી પીરસવામાં આવતો સ્ટ્રૉન્ગ સ્કૉટિશ બ્રુ વગેરે અનેક માન્યામાં ન આવે એવા ખાદ્ય પદાર્થો અને પીણાં વિશે લોકોને જાણકારી આપવામાં આવે છે. સ્થાપિત મૂલ્યો સામે બળવાખોરી અને મનોરંજક પ્રયોગોના વિચારો સાથે માલ્મો શહેરમાં બે વર્ષ પહેલાં ફૂડ મ્યુઝિયમ શરૂ કરવામાં આવ્યું હતું. એક ડિસ્પ્લેમાં સોવિયેટ સંઘમાં રસ્તા પર દારૂડિયાનો ઉપદ્રવ ઘટાડવા માટે દારૂની દુકાનો બંધ કરી ત્યારે શું બન્યું હતું એનું વર્ણન છે. દારૂની દુકાનો બંધ થતાં સોવિયેટ નાગરિકોએ પરફ્યુમ્સ અને વાર્નિશ પીવાનું શરૂ કર્યું હતું.

એ ફૂડ મ્યુઝિયમમાં અવારનવાર પ્રદર્શિત કરવામાં આવતી ફૂડ આઇટમ્સમાં બળદનું શિશ્ન, પેરુમાં જાણીતાં દેડકા-પીણાં (ફ્રોગ સ્મૂધિસ), ચીન અને કોરિયામાં જાણીતો ઉંદરનાં બચ્ચાંનો વાઇન, સ્વીડનનું સડેલી હિલ્સા માછલીનું ફર્મેન્ટેડ સર્સ્ટ્રોમિંગ, પેરુનો મકાઈની વાનગીને થૂંકમાં ફર્મેન્ટ કરીને બનાવેલો બિયર ‘ચિચા દે મુકો’, યુગાન્ડામાં જાણીતો ફર્મેન્ટેડ કેળાંનો જીન, ખૂબ પાકી ગયેલાં સંતરાંને કેદખાનામાં ટૉઇલેટ્સની પાણીની ટાંકીઓમાં ફર્મેન્ટ કરીને બનાવેલો વાઇન વગેરે અનેક ચીતરી ચડે એવા કે વિચિત્ર લાગે એવા ખાદ્ય પદાર્થો અને પીણાંનો સમાવેશ છે. વ્હેલનાં વૃષણોને ઘેટાના છાણમાં શેકીને બનાવેલો બિયર પણ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK