Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાંભળી ન શકતી મહિલા બાઇકર ૬૫૦ દિવસમાં ૯૪ દેશોની બાઇકયાત્રા કરશે

સાંભળી ન શકતી મહિલા બાઇકર ૬૫૦ દિવસમાં ૯૪ દેશોની બાઇકયાત્રા કરશે

28 February, 2021 08:55 AM IST | Bangalore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાંભળી ન શકતી મહિલા બાઇકર ૬૫૦ દિવસમાં ૯૪ દેશોની બાઇકયાત્રા કરશે

માલ્યા અદિતિ

માલ્યા અદિતિ


શારીરિક અક્ષમતા કે ઊણપ ટૅલન્ટના વિકાસમાં અડચણરૂપ બનતી નથી. બૅન્ગલોરની માલ્યા અદિતિ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં આર્ટ્સ અને મેટલ સ્કલ્પ્ચર સ્કૂલની ૩૬ વર્ષની ટીચર અર્ચના તિમારાજુ જન્મથી પૂર્ણરૂપે સાંભળી શકતી નથી. તેની શ્રવણશક્તિ ફક્ત ૪૦ ટકા છે. તે મહિલા એક્સપર્ટ બાઇકર છે. અર્ચનાએ સાંકેતિક ભાષાના મહત્ત્વ તેમ જ દેશના બધિરોની જરૂરિયાત તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા અને લોકમત જગાવવાનું અભિયાન હાથ ધર્યું છે. એ અભિયાનના ભાગરૂપે અર્ચના વિશ્વના ૭ ખંડોના ૯૪ દેશોના ૬૫૦ દિવસના મોટરસાઇકલ-પ્રવાસે નીકળવાની તૈયારી કરી રહી છે.

અર્ચના ૨૦૦૬થી ભારતની પ્રથમ બધિર મહિલા બાઇકર છે. અર્ચનાએ જણાવ્યું હતું કે ‘હું સ્કૂલમાં હતી ત્યારે જીભ થોથવાતી હોવાથી તોતડું બોલતી હોઉં એવું લાગતું હતું એથી બાળકો મારી મશ્કરી કરતાં હતાં, પરંતુ મેં મારી એ ઊણપને વિકાસના માર્ગમાં અડચણ બનવા નહોતી દીધી. બાળકોની મશ્કરીને કારણે મેં આત્મવિશ્વાસ નહોતો ગુમાવ્યો. ચાર વર્ષની સ્પીચ-થેરપીને કારણે મારી બોલવાની રીતમાં ઘણો સુધારો થયો. મારો આત્મવિશ્વાસ પણ વધ્યો હતો.’



૨૦૦૬માં એક મિત્રે બાઇક ભેટ આપ્યા પછી અર્ચનાએ બાઇક એક્સપીડિશનમાં સામેલ થવાનું શરૂ કર્યું હતું. ૨૦૧૮માં એક મિત્ર સાથે બૅન્ગલોરથી લેહ (કાશ્મીર) સુધી બાઇક એક્સ્પીડિશન સફળ થયા બાદ અર્ચનાએ બધિરોની સમસ્યા તરફ સૌનું ધ્યાન દોરવા અને તેમને માટે જનમત જાગ્રત કરવા માટે ‘સાઇલન્ટ એક્સ્પીડિશન’નો સિલસિલો શરૂ કર્યો હતો. અર્ચના એવી વૈશ્વિક સાઇલન્ટ એક્સ્પીડિશન ટૂંક સમયમાં શરૂ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2021 08:55 AM IST | Bangalore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK