જમાઈ સાથે સાસુને થઈ ગયો પ્રેમ, હવે સંતાનને પણ જન્મ આપશે

Updated: Jan 23, 2020, 09:20 IST | London

દીકરીને મનગમતો મુરતિયો મળે અને લગ્ન પછી દીકરી સુખી રહે એ માટે માતા કંઈ પણ કરે છે, પરંતુ લંડનમાં રહેતી એક મા-દીકરીના જીવનમાં કંઈક અવળું જ બન્યું છે.

જુલી અને પૉલ
જુલી અને પૉલ

દીકરીને મનગમતો મુરતિયો મળે અને લગ્ન પછી દીકરી સુખી રહે એ માટે માતા કંઈ પણ કરે છે, પરંતુ લંડનમાં રહેતી એક મા-દીકરીના જીવનમાં કંઈક અવળું જ બન્યું છે. વાત એમ છે કે ૩૪ વર્ષની લૉરેન પોતાની પસંદગીના યુવક પૉલ વાઇટ સાથે બે વર્ષથી અલગ રહેતી હતી અને તેને એક સંતાન પણ હતું. જોકે મમ્મીની મંજૂરીથી તેણે પૉલ સાથે લગ્ન કર્યાં. આ લગ્ન સમારંભમાં લૉરેનની મમ્મીએ સારોએવો ખર્ચ પણ કર્યો હતો. માતાના પ્રેમ અને લાગણીના પ્રતિસાદરૂપે યુગલ જુલીને પણ પોતાની સાથે હનીમૂનમાં લઈ ગયું હતું.

જોકે હનીમૂનથી પાછા ફર્યા બાદ પૉલનો વ્યવહાર તદ્દન બદલાઈ ગયો હતો. એ પછી થોડા સમય માટે પૉલ અને તેની મમ્મી બન્ને ગાયબ થઈ ગયાં અને તેઓ બન્ને એકસાથે જ રહે છે એવી ખબર પડી. આ વાતની જાણ લૉરેનની બહેનને તેની મમ્મી જુલીના ફોનમાં જુલી અને પૉલ વચ્ચેના મેસેજિસ જોયા બાદ થઈ. બન્ને વચ્ચેના સંબંધ જાહેર થતાં પૉલ અને જુલીએ બાઅદબ સાથે રહેવા માંડ્યું અને જુલી પૉલના બાળકની માતા પણ બનવાની છે એ વાતનો સ્વીકાર કરી લીધો.

આ પણ વાંચો : 444 કિલોના આ ભાઈને જોઈએ છે 100 કિલોની જીવનસંગિની 300 માગાં ઠુકરાવી દીધા

હવે લૉરેન પતિથી છૂટાછેડા લઈને પોતાની દીકરીના ઉછેર માટે સજ્જ થઈ રહી છે. લૉરેનને દુ:ખ એ વાતનું છે કે તેણે જે બે વ્યક્તિને સૌથી વધુ પ્રેમ કર્યો હતો તેઓ જ તેના દુ:ખનું કારણ બન્યાં છે. સામાન્યપણે દીકરી પર પડતાં તમામ દુ:ખ સામે માતા ઢાલ બનતી હોય છે, પણ લૉરેનના કેસમાં તેની માતા જ તેના દુ:ખનું કારણ બની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK