આ ભાઈએ ગાડીને ધક્કો મારવાનો રેકૉર્ડ બનાવ્યો : 24 કલાકમાં 106 કિલોમીટરનું અંતર કાપ્યું

ક્રોએશિયા | May 01, 2019, 12:14 IST

લોકો કાર ચલાવીને વિશ્વભ્રમણ કરવા નીકળે એ તો સાંભળ્યું હશે, પણ ક્રોએશિયાનો એક ઍથ્લીટ કારને ધક્કો મારીને ફેમસ થઈ ગયો છે.

આ ભાઈએ ગાડીને ધક્કો મારવાનો રેકૉર્ડ બનાવ્યો : 24 કલાકમાં 106 કિલોમીટરનું અંતર કાપ્યું
આ ભાઈએ ગાડીને ધક્કો મારવાનો રેકૉર્ડ બનાવ્યો

લોકો કાર ચલાવીને વિશ્વભ્રમણ કરવા નીકળે એ તો સાંભળ્યું હશે, પણ ક્રોએશિયાનો એક ઍથ્લીટ કારને ધક્કો મારીને ફેમસ થઈ ગયો છે. તોમિસ્લાવ લુબેન્જૅક નામના ઍથ્લીટે સતત ૨૪ કલાક કારને પુશ કરી હતી. સાંભળીને નવાઈ લાગશે, પણ ઑલરેડી કારને ધક્કો મારવાનો રેકૉર્ડ બની ચૂક્યો છે જે ૨૪ કલાકમાં ૮૨ કિલોમીટરનો હતો. તોમિસ્લાવે આ રેકૉર્ડ તોડી નાખ્યો હતો. પહેલેથી જ ગિનેસ વલ્ર્ડ રેકૉર્ડ્સના અધિકારીઓની નિગરાનીમાં અને રૂલ્સ મુજબ આખો સ્ટન્ટ ભજવાયો. એ માટે ઓછામાં ઓછી ૭૩૦ કિલો વજન ધરાવતી કાર લેવામાં આવી. કારની અંદર એક ડ્રાઇવર બેસાડવામાં આવ્યો જે દર ચાર કલાકે બદલવામાં આવ્યો. કારનું એન્જિન ચાલુ કર્યા વિના તોમિસ્લાવે એને ધક્કો મારવાનો હતો. ભાઈએ દર કલાકે ત્રણ મિનિટનો બ્રેક લીધો અને બાકી લગાતાર કારને ધક્કો મારતો જ ગયો. ૨૪ કલાકમાં તેણે ૧૦૬ કિલોમીટરનું અંતર કાપી નાખ્યું જેને નવા વિક્રમ તરીકે સ્વીકારવામાં આવ્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK