ગાયના ગળાની નસ વાપરીને સાઉદી અરેબિયાની બાળકીનું લિવર ટ્રાન્સપ્લાન્ટ થયું

Published: Jan 10, 2020, 11:05 IST | Haryana

હરિયાણાના ગુડગાંવની આર્તેમિસ હૉસ્પિટલના ડૉક્ટરોએ સાઉદી અરેબિયાથી આવેલી એક વર્ષની બાળકીના લિવર ટ્રાન્સપ્લાન્ટની શસ્ત્રક્રિયામાં ગાયના ગળાની નસનો ઉપયોગ કર્યો હતો.

ગાય
ગાય

હરિયાણાના ગુડગાંવની આર્તેમિસ હૉસ્પિટલના ડૉક્ટરોએ સાઉદી અરેબિયાથી આવેલી એક વર્ષની બાળકીના લિવર ટ્રાન્સપ્લાન્ટની શસ્ત્રક્રિયામાં ગાયના ગળાની નસનો ઉપયોગ કર્યો હતો. બાળકીના લિવરમાં રક્તપ્રવાહ માટે જરૂરી નસ ગાયના ગળામાંથી મેળવવામાં આવી હતી. ગળાની એ નસ ગાયના માથા અને ચહેરા વચ્ચે રક્તપ્રવાહ માટેની હોય છે.

આર્તેમિસ હૉસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. ગિરિરાજ બોહરાએ જણાવ્યું હતું કે ‘સાઉદી અરેબિયાથી આવેલી હુર નામની બાળકીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તે લિવરની બીમારીને કારણે ખૂબ નબળી હતી. હુરનું વજન પાંચ કિલો ૨૦૦ ગ્રામ હતું. તેને બિલિયરી ઍટ્રેસિયા નામની બીમારી હોવાથી લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. એ બીમારી માટે અગાઉ સાઉદી અરેબિયામાં હુરના પેટની સર્જરી કરવામાં આવી હતી, પરંતુ એ સર્જરી સફળ થઈ નહોતી.’

આ પણ વાંચો : હેલ્મેટ પહેરીને બાઇક પાછળ સવારી કરતો ચેન્નઈનો ડૉગી ફેમસ થઈ ગયો

આ બાળકીને બિલિયરી ઍટ્રેસિયા નામની બીમારી હતી જે ૧૬૦૦ નવજાત બાળકોમાંથી એકાદમાં જોવા મળે છે. એમાં બાળકોની બાઇલ લઈ જતી નળીનો વિકાસ નથી થઈ શકતો. માત્ર પાંચ કિલો અને ૨૦૦ ગ્રામ વજન ધરાવતી બાળકી પર એની સર્જરી કરવાનું કૉમ્પ્લિકેટેડ હતું, પરંતુ ૧૪ કલાકની સર્જરીનાં બે અઠવાડિયાં બાદ હવે બાળકી સ્વસ્થ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK