60 કિલોના પત્થર સાથે બાંધીને નદીમાં ફેંકી દીધેલા શ્વાનને રાહદારી મહિલાએ બચાવ્યો

Published: Jan 09, 2020, 10:03 IST | England

ઇંગ્લૅન્ડના નૉટિંગહૅમશર પ્રાંતમાં કોઈએ ખડક સાથે બાંધીને નદીમાં ફેંકી દીધેલા બેલ્જિયન શેફર્ડ શ્વાનને તળાવકાંઠેથી પસાર થતી એક મહિલાએ બચાવ્યો હતો.

શ્વાનને રાહદારી મહિલાએ બચાવ્યો
શ્વાનને રાહદારી મહિલાએ બચાવ્યો

ઇંગ્લૅન્ડના નૉટિંગહૅમશર પ્રાંતમાં કોઈએ ખડક સાથે બાંધીને નદીમાં ફેંકી દીધેલા બેલ્જિયન શેફર્ડ શ્વાનને તળાવકાંઠેથી પસાર થતી એક મહિલાએ બચાવ્યો હતો. આ રીતે એ શ્વાનને નદીમાં ફેંકી દેવા બદલ પોલીસ દ્વારા ૩૧ વર્ષની મહિલા અને ૩૨ વર્ષના પુરુષની ધરપકડ કરવામાં આવી છે. જેન હાર્પર નામની મહિલા નોટિંગહૅમશર પ્રાંતના ફર્નડન શહેરમાં ટ્રેન્ટ નદીના કિનારેથી પસાર થતી હતી. એ વખતે જેન હાર્પરે નદીમાંથી એક શ્વાનને માથું ઊંચું કરતા જોયો હતો. એ વખતે જેન પોતાની સલામતીનો વિચાર કર્યા વગર કાદવવાળી નદીમાં કૂદી પડી હતી. થોડી વારમાં એ બેલ્જિયન શેફર્ડ જાતિના બેલા નામે ઓળખાતા શ્વાનને બચાવીને બહાર નીકળી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK