ચીનમાં ફ્લાઈટમાં કોરોના વાઇરસથી બચવા પ્રવાસીઓ મોટરબાઇક હેલ્મેટ પહેરે છે

Published: Jan 31, 2020, 12:08 IST | China

ચીનમાં કોરોના વાઇરસના પ્રકોપથી ભયભીત થઈને લોકો પ્લાસ્ટિક બૉટલ્સ અને મોટરબાઇક હેલ્મેટ સહિત જુદી-જુદી વસ્તુઓ પહેરવા માંડ્યા છે.

ચીનમાં કોરોના વાઈરસનો હાહાકાર
ચીનમાં કોરોના વાઈરસનો હાહાકાર

ચીનમાં કોરોના વાઇરસના પ્રકોપથી ભયભીત થઈને લોકો પ્લાસ્ટિક બૉટલ્સ અને મોટરબાઇક હેલ્મેટ સહિત જુદી-જુદી વસ્તુઓ પહેરવા માંડ્યા છે. હૉન્ગકૉન્ગ મેટ્રો સિસ્ટમમાં બાળકને લઈને પ્રવાસ કરતી એક મહિલાએ પ્લાસ્ટિકની વસ્તુઓની કાપકૂપ કરીને ચહેરા પર રક્ષણાત્મક સાધન પહેર્યું હતું. શાંઘાઈથી પર્થની ફ્લાઇટમાં કોરોના વાઇરસથી બચવા માટે એક જણે મોટરબાઇકની હેલ્મેટ પહેરી હતી. એ ફ્લાઇટમાં મોટા ભાગના પ્રવાસીઓએ અનેક પ્રકારના માસ્ક પહેર્યા હતા. ચીનમાં ફેસમાસ્ક વગરના મુસાફરોને પબ્લિક ટ્રાન્સપોર્ટનાં વાહનોમાં પ્રવાસની છૂટ નથી. બ્રિટિશ ઍરવેઝ અને યુનાઇટેડ ઍરલાઇન્સ સહિત અનેક ઍરલાઇને એમની ચીનનાં શહેરોની ફ્લાઇટ્સ રદ કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK