Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચેન્‍નઇની ગલીઓમાં ફરે છે કોરોના-ઑટોરિક્ષા

ચેન્‍નઇની ગલીઓમાં ફરે છે કોરોના-ઑટોરિક્ષા

26 April, 2020 08:11 AM IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેન્‍નઇની ગલીઓમાં ફરે છે કોરોના-ઑટોરિક્ષા

કોરોના-ઑટોરિક્ષા

કોરોના-ઑટોરિક્ષા


કોરોના વાઇરસ લાગે એવા ફેરફાર સહિતની એક ઑટો ચેન્નઈની ગલીઓમાં ફરી રહી છે જે લોકોને ઘરમાં જ રહેવા સમજાવી રહી છે. કોરોના વાઇરસના પ્રસારને કારણે આખો દેશ સરકાર દ્વારા લાગુ કરાયેલા લૉકડાઉન હેઠળ છે ત્યારે ચેન્નઈના લોકો કોરોના વાઇરસ સામે લડવા માટે લોકોને ઘરમાં જ રહેવા સમજાવવા માટે અવનવા રસ્તા શોધી કાઢે છે. હાલમાં ચેન્નઈમાં એક ઑટો ફરી રહી છે જેને કોરોના વાઇરસનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

કોરોના વાઇરસ ઑટો બનાવવાનો વિચાર ચેન્નઈ નિગમના ડિવિઝન નંબર ૧૨ના કર્મચારીને આવ્યો હતો જેણે લોકોને ઘરમાં રહેવા પ્રેરિત કરવા શહેરની ગલીઓમાં કોરોના ઑટો ચલાવવાનો વિચાર આવ્યો હતો.



શહેરના લોકોને ઘરમાં જ રહેવા અને એકદમ જરૂરિયાત ન હોય ત્યાં સુધી શેરીઓમાં બહાર નીકળવાનું ટાળવા વિનંતી કરવામાં આવી રહી છે. બહાર નીકળનારા લોકો માટે ફેસ માસ્ક પહેરવાનું પણ ફરજિયાત બનાવાયું છે. ફેસ માસ્ક વિના નીકળનારાઓને ઝોન ૧૨ દ્વારા ૧૦૦ રૂપિયાનો દંડ અને કાપડના બનેલા ચાર માસ્ક આપવામાં આવે છે.


થોડા સમય પહેલાં ચેન્નઈમાં એક પોલીસ અધિકારીએ કોરોના વાઇરસ હેલ્મેટ પહેર્યાના સમાચાર મળ્યા હતા. તામિલનાડુના તિરુપુરમાં પોલીસ અધિકારીઓ દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ કરી લોકો ઘરે રહે એ સુનિશ્ચિત કરે છે. આમ ઇનોવેટિવ આઇડિયાઝ પોલીસ વાપરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2020 08:11 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK