Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ખબર છે, માર્ક ઝકરબર્ગે બગલ નીચેનો પરસેવો લૂછવા માટે આખી ટીમ રાખી હતી?

ખબર છે, માર્ક ઝકરબર્ગે બગલ નીચેનો પરસેવો લૂછવા માટે આખી ટીમ રાખી હતી?

22 February, 2020 07:54 AM IST |

ખબર છે, માર્ક ઝકરબર્ગે બગલ નીચેનો પરસેવો લૂછવા માટે આખી ટીમ રાખી હતી?

માર્ક ઝકરબર્ગ

માર્ક ઝકરબર્ગ


ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે તેઓ એક વિચિત્ર રીતને કારણે ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં પ્રકાશિત પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે

કે માર્ક ઝકરબર્ગે તેમની બગલ (ખભા નીચે)નો પરસેવો લૂછવા માટે આખી ટીમ રાખી હતી. ટેક્નૉલૉજી જર્નલિસ્ટ સ્ટીવન લેવી ટેક્નૉલૉજી મૅગેઝિન ‘વાયર્ડ’ના તંત્રી છે. લેવીના પુસ્તક ‘ફેસબુક : ધ ઇનસાઇડ સ્ટોરી’માં કરવામાં આવેલા આ દાવા ફેસબુકના કર્મચારીઓ દ્વારા કહેવાતા શબ્દોને સંદર્ભિત કરે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુસ્તકના લેખક પાસે ૨૦૦૬માં લખેલી ઝકરબર્ગની વ્યક્તિગત ડાયરી વિશેની માહિતી છે.



આ પણ વાંચો : પેન્સિલની અણી પર ટચૂકડું શિવલિંગ


લેવીના પુસ્તકમાં ઝકરબર્ગના જીવન સાથે જોડાયેલી ઘણી વ્યક્તિગત બાબતો બહાર આવી છે. તેમણે લખ્યું છે કે જ્યારે ઝકરબર્ગ ઇન્ટરવ્યુ, ભાષણ અથવા કોઈ મોટી ઘટના પહેલાં નર્વસ થઈ જાય ત્યારે તેમનો પરસેવો વળી જતો હતો. આ જ સમસ્યા માટે એક ટીમ બનાવવામાં આવી હતી. તો પુસ્તકમાં ૨૦૧૦માં ઝકરબર્ગના ઇન્ટરવ્યુનો પણ ઉલ્લેખ છે. બ્લુમબર્ગ દ્વારા પુસ્તકની સમીક્ષા કરવામાં આવી છે, જ્યાં આ બાબત સામે આવ્યા બાદ યુઝર્સ સોશ્યલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2020 07:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK