Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વાહ વાહ! માલિકે 4226 કર્મચારીઓને ગિફ્ટ કરી નવીનક્કોર કાર, જાણો કેમ

વાહ વાહ! માલિકે 4226 કર્મચારીઓને ગિફ્ટ કરી નવીનક્કોર કાર, જાણો કેમ

08 October, 2020 09:13 AM IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાહ વાહ! માલિકે 4226 કર્મચારીઓને ગિફ્ટ કરી નવીનક્કોર કાર, જાણો કેમ

માલિકે કર્મચારીઓને ગિફ્ટમાં આપી નવીનક્કોર કાર

માલિકે કર્મચારીઓને ગિફ્ટમાં આપી નવીનક્કોર કાર


એક તરફ દુનિયા આખી કોવિડને કારણે નુકસાનીના રોદણાં રડી રહી છે ત્યારે ચીનની કેટલીક કંપનીઓ એટલો અધધધ નફો રળીને તગડી થઈ રહી છે કે એ જોઈને સવાલ થાય કે માર્કેટની મંદી ચાઇનીઝ કંપનીઓને કેમ નથી નડી રહી? વાત ભલભલા નોકરિયાતને ઇર્ષા આવે એવી છે જ. એક તરફ અનેક લોકો નોકરી ટકશે કે રહેશે એની ચિંતામાં વીતાવે છે જ્યારે ચીનની એક કંપનીએ કર્મચારીઓને બોનસ આપ્યું છે. અને બોનસ પણ કેવું લોકોની આંખો ચાર થઈ જાય એવું.

car



ચીનની એક સ્ટીલ પ્રોડક્શન કંપની ગયા અઠવાડિયે ઇન્ટરૅનશલ ન્યુઝની હેડલાઇન્સમાં બહુ ચમકી હતી. એનું કારણ એ છે કે તેણે પોતાની કંપની માટે દિવસ-રાત એક કરીને કામ કરનારા કર્મચારીઓને દિલ ખોલીને ગિફ્ટ આપીને તેમને ખુશ કરી દીધા હતા. જિઆન્ક્સી પ્રાંતમાં આવેલી વેસ્ટ દાજીયુ આયર્ન ઍન્ડ સ્ટીલ કૉર્પોરેશને તેમના વાર્ષિક ગ્રોથની ઊજવણીની સાથે એક ઐતિકહાસિક સેલિબ્રેશન કર્યું હતું. પહેલી ઑક્ટોબરે આ કંપનીના કહેવા મુજબ છેલ્લાં પાંચ વર્ષથી લગાતાર કંપનીએ નક્કી કરેલા પ્રોફિટનો ટાર્ગેટ અચીવ થઈ જાય છે. મૅનેજમેન્ટનું માનવું છે કે આવું ત્યારે જ સંભવ બને જ્યારે કંપનીના કર્મચારીઓ કમિટેડ હોય. કંપનીએ કર્મચારીના કન્ટ્રિબ્યુશન, હોદ્દા અને સિનિયોરિટીને આધારે બે પ્રકારની ગાડીઓ કર્મચારીઓને આપી હતી. કુલ ૪૨૨૬ નવી કાર કર્મચારીઓને ગિફ્ટમાં આપવામાં આવી હતી. જ્યારે આ કાર્યક્રમ થયો ત્યારે વિશાળ ગ્રાઉન્ડમાં લાઇનબંધ કાર ખડી કરી દેવામાં આવી હતી અને વન બાય વન કર્મચારીઓને એની ચાવીની સોંપણી થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2020 09:13 AM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK