Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટાર્ગેટ પૂરો ન થતાં ચીનમાં કર્મચારીઓને સ્ટેજ પર ઘૂંટણિયે ચાલવાની સજા

ટાર્ગેટ પૂરો ન થતાં ચીનમાં કર્મચારીઓને સ્ટેજ પર ઘૂંટણિયે ચાલવાની સજા

24 January, 2020 07:49 AM IST | China

ટાર્ગેટ પૂરો ન થતાં ચીનમાં કર્મચારીઓને સ્ટેજ પર ઘૂંટણિયે ચાલવાની સજા

ગંભીર સજા

ગંભીર સજા


સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં ચીનના જીલિન શહેરમાં આવેલી એક રેસ્ટોરાં કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના ઑફિસર્સે સેલ્સ ટાર્ગેટ પૂરો ન કરવા બદલ પોતાને દોષી માનીને જાતે જ સજા ભોગવી લીધી હતી. આ સજા ભોગવનારા ઑફિસરોમાં કંપનીના મૅનેજર અને ડિરેક્ટર પણ સામેલ હતા. મીટિંગમાં હાજર એક કર્મચારીએ જણાવ્યા મુજબ આ ઑફિસર્સે સ્વેચ્છાએ આ સજા લીધી હતી. એક એન્ટરટેઇનમેન્ટ બ્લૉગરે આ ઘટના સાથે સંકળાયેલી ૧૫ ક્લિપ અપલોડ કરીને દાવો કર્યો હતો કે આ ક્લિપ તેને કંપનીમાં કામ કરતા એક કર્મચારીએ મોકલી હતી.

ક્લિપમાં બધા ઑફિસર્સ કે ટીમ લીડર્સ સ્ટેજ પર લાઇનમાં ઝંડા લઈને ઊભા છે અને એક પછી એક સ્ટેજ પર ઘૂંટણિયે પડીને ચાલતાં જોર-જોરથી બોલે છે, ‘હું સોગંદ ખાઉં છું કે હું જવાબદાર છું.’ આ દૃશ્ય પરથી લાગે છે જાણે કે તેમને ટૉર્ચર કરવામાં આવી રહ્યા છે.



આ પણ વાંચો : ચૂંટણીપ્રચારમાં કી-ચેઇનની વહેંચણી દરમ્યાન કારની ચાવી જ દાનમાં અપાઈ ગઈ


સોશ્યલ મીડિયા પર આ વિડિયોની ખૂબ ટીકા થઈ રહી છે. કેટલાકનું કહેવું છે કે નોકરી ગુમાવવા ન માગતા લોકો આ રીતે કરે છે. અન્ય એક જણે ચીનની કંપનીઓમાં આ પ્રકારે ટાર્ગેટ પૂરો કરવા માટે દબાણ આપવામાં આવતું હોવાની વાતનું સમર્થન કર્યું હતું, જ્યારે અન્ય એક યુઝરે આ ઘટનાને કંપનીનો પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2020 07:49 AM IST | China

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK