Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચીનમાં બન્યો છે 30 માળ ઊંચો વિરાટ હિંડોળો

ચીનમાં બન્યો છે 30 માળ ઊંચો વિરાટ હિંડોળો

10 May, 2020 08:11 AM IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનમાં બન્યો છે 30 માળ ઊંચો વિરાટ હિંડોળો

30 માળ ઊંચો વિરાટ હિંડોળો

30 માળ ઊંચો વિરાટ હિંડોળો


ગુજરાતીમાં વિરાટનો હિંડોળો નામે અધ્યાત્મની કાવ્યાત્મક અભિવ્યક્તિ લખાઈ છે, પરંતુ ચીનના ચોન્ગકિંગ પ્રાંતના પહાડી પ્રદેશમાં ખરેખર વિરાટનો હિંડોળો સાકાર કરવામાં આવ્યો છે. ૨૩૦૦ ફુટ ઊંચાઈ પર એટલે કે લગભગ ૩૦ માળ પર હિંડોળો બાંધવામાં આવ્યો છે. કોરોના લૉકડાઉનના અંત પછી એ હિંડોળો પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. ૩૨૮ ફુટ એટલે કે ૩૦ માળ ઊંચે બાંધવામાં આવેલી એની કમાન અને ૩૫૪ ફુટ ઊંચે એનો લૉન્ચિંગ ટાવર છે. કલાકના ૮૦ કિલોમીટરની ઝડપે હીંચકા ખાવાનો આનંદ માણવો એ એક્સ્ટ્રા-ઑર્ડિનરી સાહસ ધરાવતા લોકોનું જ કામ છે. આ સ્થળને સૌથી મોટા હીંચકાનો વિશ્વવિક્રમ નોંધાવવાની તૈયારી ચાલે છે. હાલમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં ૮૮ મીટર (૨૮૮ ફુટ ૮ ઇંચ)ના હિંડોળાનો વિક્રમ છે. સાઉથ આફ્રિકાના ડર્બનમાં ૨૦૧૧ની ૧૪ મેએ આ હિંડોળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2020 08:11 AM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK