Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કોઈએ પ્રેગ્નન્ટ પત્નીને બેસવા જગ્યા ન આપી તો પતિ ખુદ ખુરસી બની ગયો

કોઈએ પ્રેગ્નન્ટ પત્નીને બેસવા જગ્યા ન આપી તો પતિ ખુદ ખુરસી બની ગયો

08 December, 2019 09:41 AM IST | China

કોઈએ પ્રેગ્નન્ટ પત્નીને બેસવા જગ્યા ન આપી તો પતિ ખુદ ખુરસી બની ગયો

પ્રેગ્નન્ટ પત્ની માટે પતિ ખુદ ખુરસી બની ગયો

પ્રેગ્નન્ટ પત્ની માટે પતિ ખુદ ખુરસી બની ગયો


એક જમાનામાં સ્ત્રીદાક્ષિણ્ય એક સારા સંસ્કાર મનાતા હતા, પણ મોબાઇલનો આવિષ્કાર થયા પછી લોકો એમાં એટલા ડૂબી જાય છે કે તેમને અન્યોની તકલીફ સાથે કોઈ નિસબત હોતી નથી. ચીનની એક હૉસ્પિટલમાં કંઈક આવી જ ઘટના ઘટી હતી. 

ઉત્તર પૂર્વના ચીનના હેલોન્ગજિયાંગ પ્રાંતમાં આવેલા શહેર હેગાંગની પોલીસે સોશ્યલ મીડિયા પર એક વિડિયો અપલૉડ કર્યો છે. ચીનમાં વાઇરલ થયેલા આ વિડિયોમાં પૂરા દિવસો જઈ રહ્યા હોય એવી ગર્ભવતી મહિલા અને તેના પતિની વાત છે. તે ચેક-અપ માટે ડૉક્ટર પાસે આવેલી અને સતત ઊભા રહેવાથી તેના પગ જાણે કે સુન્ન થઈ ગયા હતા. એને કારણે તે ઊભી પણ નહોતી રહી શકતી. હૉસ્પિટલની લૉબીમાં બેઠેલા લોકો મોબાઇલમાં એટલા ડૂબી ગયા હતા કે તેમણે આ મહિલા પર ધ્યાન જ ન આપ્યું.



પત્નીની તકલીફ જોઈ તેનો પતિ જમીન પર બેસી ગયો અને પત્નીને પોતાની પીઠ પર બેસવા કહ્યું. તેનું ગળું ન સૂકાય એ માટે પાણીની બૉટલ પણ આપી. સોશ્યલ મીડિયા પર પતિની આ ચેષ્ટાનાં ઘણાં વખાણ થયાં છે. એક વ્યક્તિએ તો પોતે પત્ની માટે આટલી કાળજી નહોતી રાખી એનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. આ વિડિયોને ૭૦ લાખ લાઇક્સ મળી છે.


આ પણ વાંચો : દેડકા અને ઉંદરની અનોખી દોસ્તી

જોકે બીજા કેટલાક લોકોએ વિડિયોમાં હૉસ્પિટલની લૉબીમાં દૂરની ખાલી સીટો તરફ ધ્યાન દોર્યું હતું અને સીટો ખાલી હોવા છતાં આવું કરવા બદલ પતિની આ ચેષ્ટાની ટીકા કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2019 09:41 AM IST | China

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK