પરિવારના 11 લોકોએ એકબીજા સાથે કર્યા 23 વાર લગ્ન અને પછી લીધા છૂટાછેડા..જાણો કેમ

Published: Sep 26, 2019, 19:35 IST | ચીન

ચીનમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિવારના 11 લોકોએ એકબીજા સાથે લગ્ન કર્યા અને બાદમાં છૂટાછેડા લીધા. જાણો તેમણે આવું કેમ કર્યું.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ચીનમાં સરકારી યોજનાનો લાભ મેળવવા માટે એક પરિવારે એવું કર્યું જેને જાણીને તમે હેરાન થઈ જશો. ચીનના એક પરિવારના 11 લોકોએ 2 અઠવાડિયામાં 23 વાર લગ્ન કર્યા અને છૂટાછેડા લઈ લીધા. CNNના અહેવાલ મુજબ, આ ગોટાળો ત્યારે શરૂ થયો જ્યારે પેન નામના વ્યક્તિને ઝેજિયાંગ પ્રાંતના લિશુઈ શહેરના એક નાના ગામની શહેરની નવીનીકરણ માટેની વળતરની યોજના વિશે ખબર પડી.

પીપલ્સ ડેઈલીના અહેવાલ પ્રમાણે, સ્થાનિકોને 40 વર્ગ મીટરના અપાર્ટમેન્ટ આપવામાં આવી રહ્યા હતા, ભલે તેમની પાસે સંપત્તિ ન હોય. જેનો ફાયદો ઉઠાવવા માટે પેને તેની પૂર્વ પત્ની સાથે લગ્ન કર્યા. 6 દિવસ બાદ પેનને જમીન મળી ગઈ અને તેમણે પોતાની પૂર્વ પત્નીને છૂટાછેડા આપી દીધા. પરિવારને અન્ય સભ્યો પણ તરત જ આ ગોટાળામાં સામેલ થઈ ગયા.

પેને જમીનની લાલચમાં પોતાની બહેન, સાલી સાથે લગ્ન કર્યા. એ દરમિયાન પેનના પિતાએ પણ પોતાના કેટલાક સંબંધીઓ સાથે લગ્ન કરી લીધા. જેમાં તેની માતા પણ સામેલ હતા. એકબીજા સાથે લગ્ન કર્યા બાદ તેમણે ગામના નિવાસીઓના રૂપમાં રજિસ્ટ્રેશન કરાવ્યું અને છૂટાછેડા લઈ લીધા.

આ પણ જુઓઃ સફળ થવાના અડગ 'નિશ્ચય' સાથે આ અભિનેતા કરી રહ્યા છે કમબેક, જાણો તેની સફર

રિપોર્ટ પ્રમાણે, પેને એક અઠવાડિયામાં ત્રણ વાર લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સરકારી અધિકારીઓને પેને કરેલી છેતરપિંડીની ખબર પડી ગઈ. તેમણે જોયું કે 11 લોકોના ઘરનું સરમાનું એક જ છે. ગોટાળાનો ખુલાસો થતા તમામ લોકોની ધરપકડ કરવામાં આવી. હાલ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK