Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ આપવા બનાવી 2020 કિલોની કેક

એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ આપવા બનાવી 2020 કિલોની કેક

25 February, 2020 07:37 AM IST | Chennai

એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ આપવા બનાવી 2020 કિલોની કેક

2020 કિલોગ્રામની ડૉક્ટર કલામના ચહેરાવાળી કેક

2020 કિલોગ્રામની ડૉક્ટર કલામના ચહેરાવાળી કેક


ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ એપીજે અબ્દુલ કલામને રવિવારે ચેન્નઈમાં એકદમ જ અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ૩૦ બેકરી વિશેષજ્ઞોએ ૨૦૨૦ કિલોગ્રામની ડૉક્ટર કલામના ચહેરાવાળી કેક બનાવી. આ કેકને એશિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સામેલ કરવામાં આવી છે.

અબ્દુલ કલામે ભારતને ૨૦૨૦માં સુપર પાવર બનાવવાનું સ્વપ્ન જોયું હતું. ડૉક્ટર કલામના ભત્રીજા એપીજે શેખ સલીમ અને અન્ય પ્રતિષ્ઠિત લોકોની હાજરીમાં શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩૦ બેકર્સે કેક વર્લ્ડ ડિરેક્ટર લોરેન્સના નિર્દેશનમાં ૨૫ x ૩૧ ફીટના કદની કેક બનાવી હતી.



આ પણ વાંચો : 10 વર્ષની આ છોકરીએ ચક્રાસન રેસમાં રેકૉર્ડ નોંધાવ્યો


એશિયામાં આટલા મોટા કદની અબ્દુલ કલામના ચહેરાવાળી આ પહેલી કેક છે. કેક બનાવવા માટે ૫૦૦ કિલોગ્રામ મેંદો, ૬૫૦ કિલોગ્રામ સાકર અને ૧૬,૦૦૦ ઇંડાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2020 07:37 AM IST | Chennai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK