Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હૅલોવીન પાર્ટી માટે ડૉગીને પહેરાવાયો ઍમ્બ્યુલન્સનો ફૅન્સી ડ્રેસ

હૅલોવીન પાર્ટી માટે ડૉગીને પહેરાવાયો ઍમ્બ્યુલન્સનો ફૅન્સી ડ્રેસ

01 November, 2019 09:57 AM IST | કૅનેડા

હૅલોવીન પાર્ટી માટે ડૉગીને પહેરાવાયો ઍમ્બ્યુલન્સનો ફૅન્સી ડ્રેસ

ડૉગીને પહેરાવાયો ઍમ્બ્યુલન્સનો ફૅન્સી ડ્રેસ

ડૉગીને પહેરાવાયો ઍમ્બ્યુલન્સનો ફૅન્સી ડ્રેસ


કૅનેડામાં રિવર નામના ઑસ્ટ્રેલિયન શોફર્ડ ડૉગીની સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર મુકાયેલી વિડિયો-ક્લિપે નેટ યુઝર્સમાં આકર્ષણ અને આશ્ચર્ય જગાવ્યાં હતાં. હૅલોવીન પાર્ટી માટે રિવરનો ફૅન્સી ડ્રેસ વિશિષ્ટ હતો. એના હૅન્ડમેડ ઍમ્બ્યુલન્સ કૉસ્ચ્યુમમાં સ્ટીરોફોમ બૉક્સ, ફ્લૅશિંગ રેડ કૉલર અને બૅકગ્રાઉન્ડમાં સાયરનનો અવાજ અનોખી રજૂઆત સમાન હતાં. અલી બક્ષ નામના કૅનેડિયનનો એ ડૉગી પોતે પણ કલાકાર બનીને ઍમ્બ્યુલન્સના લુકમાં ઉમેરો કરતો હતો.

આ પણ વાંચો : બોલો, સેલ્ફીએ બે વિખૂટી પડેલી બહેનોનું મિલન કરાવ્યું



અલી બક્ષે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો-ક્લિપ પોસ્ટ કર્યા બાદ અન્ય સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્‌વિટરના ‘વી રેટ ડૉગ્સ’ અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. ટ્‌વિટર પર એ વિડિયોને ૮૨ લાખ વખત નિહાળવામાં આવ્યો હતો અને એને ૨,૦૬,૦૦૦ લાઇક્સ મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2019 09:57 AM IST | કૅનેડા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK