Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > શું તમે શોધી શકો છો આ તસવીરમાં છૂપાયેલી બિલાડીને?, લોકો થયા કન્ફ્યૂઝ

શું તમે શોધી શકો છો આ તસવીરમાં છૂપાયેલી બિલાડીને?, લોકો થયા કન્ફ્યૂઝ

08 September, 2020 12:39 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શું તમે શોધી શકો છો આ તસવીરમાં છૂપાયેલી બિલાડીને?, લોકો થયા કન્ફ્યૂઝ

આ તસવીરમાં છૂપાયેલી છે એક બિલાડી

આ તસવીરમાં છૂપાયેલી છે એક બિલાડી


આખા વિશ્વમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે, ત્યારે આજે બધા પોતાના ઘરમા 4 મહિનાથી કેદ હતા. ત્યારે પ્રાણીઓમાં પણ લૉકડાઉનનો મૂડ જોવા મળ્યો હતો. પ્રાણી પણ વિચારમાં પડી ગયા હશે આખરે માણસો બધા ગયા ક્યા. તે જ સમયે પ્રાણી, પશુ અને પક્ષીઓની ઘણી તસવીર અને એમના સુંદર અને ફની વીડિયોઝ સોશિયલ મીડિયા પર શૅર થઈ જતા હતા. એમાં પાછા ઘરે બેસીને કંટાળેલા લોકોએ ઘણી બધી પઝલ સોલ્વ કરતા જોવા મળ્યા હતા અને જાત-જાતની પ્રતિક્રિયા આપતા પણ દેખાયા હતા.

હાલમાં ઈન્ટરનેટ પર ફાઈન્ડ ધ ઑબજેક્ટ પઝલ (Find The Object Puzzle) જેવી ગેમ ઘણી પસંદ કરવામાં આવે છે. લોકો આવી રમતોમાં મોટા પ્રમાણમાં ભાગ લે છે, જેના કારણે તે પોસ્ટ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ઘણી વાઈરલ થઈ જાય છે. આજકાલ એવી જ પઝલ ક્વીઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. જ્યાં લોકોને પૂછવામાં આવી રહ્યું છે કે આ તસવીરમાં બિલાડી છૂપાયેલી છે, પરંતુ કોઈએ બિલાડીને સરળતાથી શોધી કાઢી છે, તો કેટલાક લોકોને તો નજર પણ નથી આવી રહી.




આ તસવીર @ ESheriff237 દ્વારા શેર કરવામાં આવી છે, જેની સાથે તેણે કેપ્શન લખ્યું હતું કે, ચલો વ્યસ્ત થઈ જઈએ, આ રૂમમાં બિલાડી શોધો. શું તમે આ પડકાર માટે તૈયાર છો?. તમે નીચેની તસવીરમાં બિલાડી શોધી શકો છો, જુઓ આ ચિત્ર


તસવીરને જો તમે ધ્યાનથી જોશો તો તમને નજર આવશે કે એક રૂમ છે જ્યા આસપાસ સામાન વેરવિખેર પડ્યો છે, રૂમમાં દરેક જગ્યાએ સામાન હોવાને કારણે લોકોને બિલાડી શોધવામાં ઘણી તકલીફ થઈ રહી છે, પરંતુ જો તમે તસવીર પર ધ્યાન કેન્દ્રિત રાખશો, તો તમને બિલાડી સ્પષ્ટ નજર આવી જશે.

આ તસવીર વાઈરલ થતાની સાથે જ કમેન્ટ્સનો સિલસિલો શરૂ થઈ ગયો, તસવીર પર ઘણા યૂઝર્સે રમુજી કમેન્ટ્સ કર્યા છે, ઘણા ટ્વિટર યૂઝર્સે કબૂલાત કરી છે કે તેમને બિલાડી શોધવામાં ઘણી તકલીફ થઈ રહી છે અને શોધવા પર પણ મળી નથી રહી. એક વ્યક્તિએ લખ્યું, મને બિલાડી દેખાઈ ગઈ, તે ઘરની બહાર છે.

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2020 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK