સોશ્યલ મીડિયા પર ફેમસ છે માલિકો સાથે મૅચિંગ કપડાં પહેરતો આ કાચબો

Published: Mar 11, 2020, 07:34 IST | California

સામાન્ય રીતે કપલ અથવા તો બેસ્ટ-ફ્રેન્ડ્સ એકબીજાને મૅચિંગ હોય એવાં કપડાં પહેરતા હોય એવું આપણે સાંભળ્યું હશે, પણ અહીં તો યુગલ પોતાની સાથે આ કાચબાભાઈને પણ મૅચિંગ કપડાં પહેરાવીને ફોટો પડાવતું.

માલિકો સાથે મૅચિંગ કપડાં પહેરતો આ કાચબો
માલિકો સાથે મૅચિંગ કપડાં પહેરતો આ કાચબો

સોશ્યલ મીડિયા પર માણસોની જેમ જ પ્રાણીઓનો પણ એક બહોળો ચાહકવર્ગ છે. આ પ્રાણીઓ સોશ્યલ મીડિયા પર સુપરસ્ટાર જેવું સ્ટેટસ ધરાવે છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેમના ફૅન્સ અને ફૉલોઅર્સ વધતા જ રહે છે. મોટા ભાગે આ સુપરસ્ટાર ઍનિમલ્સમાં ડૉગી અને બિલાડીઓ જ પ્રાધાન્ય પામતી હોય છે, પણ હવે એક કાચબો પણ સુપરસ્ટારનું સ્ટેટસ મેળવી રહ્યો છે. અત્યાર સુધીમાં એના ૩૮.૬ હજાર ફૉલોઅર્સ છે.

કૅલિફૉર્નિયાના સોનોમામાં રહેતા ૩૩ વર્ષના કેસી કુચિન્સ્કી અને ડૅનિયલ રૉડ્રિગ્ઝ તેમણે પાળેલા કાચબા એથલને પણ મૅચિંગ કપડાં પહેરાવવાનો શોખ ધરાવે છે. સામાન્ય રીતે કપલ અથવા તો બેસ્ટ-ફ્રેન્ડ્સ એકબીજાને મૅચિંગ હોય એવાં કપડાં પહેરતા હોય એવું આપણે સાંભળ્યું હશે, પણ અહીં તો યુગલ પોતાની સાથે આ કાચબાભાઈને પણ મૅચિંગ કપડાં પહેરાવીને ફોટો પડાવતું. આ તસવીરોએ ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી હતી.

ઘણા લાંબા સમયથી કાચબો પાળવાની ઇચ્છા ધરાવતી કેસી જણાવે છે કે આ ઘણું કપરું કામ છે. અમે જ્યારે પણ પિકનિકનો કાર્યક્રમ બનાવીએ છીએ ત્યારે હું પહેલાં કપડાંનો કલર નક્કી કરીને મારા અને ડૅનિયલ માટે વસ્ત્રો પસંદ કરું છું અને ત્યાર બાદ એથલ માટે પણ વસ્ત્રો પસંદ કરી એથલને ફિટ થાય એવાં બનાવું છું. જોકે જો એથલ જરા પણ અસુવિધા અનુભવતો હોય તો તરત જ એનાં વસ્ત્રો કાઢી નાખીએ છીએ.

આ પણ વાંચો : અતરંગી ઍવકાડો આર્ટ, આ કળા ઈન્સ્ટાગ્રામ પર છે ફૅમસ

આ ઉપરાંત અમે માત્ર ફોટો પડાવવા માટે જ એથલને વસ્ત્રો પહેરાવીએ છીએ. આખો દિવસ નહીં. એથલ જમીન પર ડક્ટ ટેપના રોલની અંદર બેસે છે અને રિમોટ ક્લિકરની મદદથી અમે ફોટો પાડીએ છીએ. એથલ પણ ફોટો પડાવવાનો આનંદ લે છે. જોકે એમ છતાં તેમની આ ચેષ્ટાનો ઘણાએ વિરોધ કરીને એને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતામાં ખપાવી છે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK