Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 95 વર્ષના દાદાએ એક લાખ માઇલ સાઇક્લિંગ કર્યું

95 વર્ષના દાદાએ એક લાખ માઇલ સાઇક્લિંગ કર્યું

19 August, 2020 07:01 AM IST | California
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

95 વર્ષના દાદાએ એક લાખ માઇલ સાઇક્લિંગ કર્યું

95 વર્ષના દાદાની સાઈકલ સવારી

95 વર્ષના દાદાની સાઈકલ સવારી


કૅલિફૉર્નિયામાં રહેતા બૉબ મેટૉર નામના ૯૫ વર્ષના દાદા જ્યારે નોકરીમાંથી રિટાયર્ડ થયા ત્યારે તેમણે એક નવું રોજિંદું કામ હાથમાં લીધું હતું. એ છે પોતાના પૅશનને ફૉલો કરવાનું. ૧૯૯૦ની સાલમાં તેમણે રિટાયરમેન્ટ લીધું એ પછી તેમણે રોજ ૯ માઇલનું સાઇક્લિંગ કરવાનું ડિસાઇડ કરેલું. આ શિરસ્તો તેમણે ૯૦ના દાયકામાં પ્રવેશ્યા પછી પણ ચાલુ રાખ્યો. રોજ સાઇક્લિંગ કરવાની તેમની આદતને કારણે સ્થાનિકોમાં તેમનું નામ પડી ગયું બાઇસિકલ બૉબ. ગયા અઠવાડિયે તેમણે એક લાખ માઇલનું સાઇક્લિંગ પૂરું કર્યું હતું. દાદાએ હજી પણ રોજ નવ માઇલનું સાઇક્લિંગ કરવાનું ચાલુ જ રાખ્યું છે. તેમની ઇચ્છા તો છે કે જીવે ત્યાં સુધી આ નિયમમાં કોઈ બાંધછોડ ન થાય.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2020 07:01 AM IST | California | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK