તમારા ટબૂરિયા માટે લક્ઝરી ઇલેક્ટ્રિક કાર આવી ગઈ છે, કિંમત 26.21 લાખ રૂપિયા

Published: 31st July, 2020 07:09 IST | Gujarati Mid-day Correspondent | France

લક્ઝરી કાર મેકર કંપની બુગાટીએ બાળકો માટે ૫૦૦ મિનિએચર ઇલેક્ટ્રિક ટૉય કાર બનાવી છે. એ રમકડાની કારની કિંમત ૩૫,૦૦૦ ડૉલર (અંદાજે ૨૬.૨૧ લાખ રૂપિયા) નક્કી કરવામાં આવી છે.

લક્ઝરી ઇલેક્ટ્રિક કાર
લક્ઝરી ઇલેક્ટ્રિક કાર

લક્ઝરી કાર મેકર કંપની બુગાટીએ બાળકો માટે ૫૦૦ મિનિએચર ઇલેક્ટ્રિક ટૉય કાર બનાવી છે. એ રમકડાની કારની કિંમત ૩૫,૦૦૦ ડૉલર (અંદાજે ૨૬.૨૧ લાખ રૂપિયા) નક્કી કરવામાં આવી છે. ફ્રાન્સની કાર-મેકર કંપનીએ લંડનની લિટલ કાર કંપની સાથે મળીને બાળકો માટેની નાનકડી ઇલેક્ટ્રિક ટૉય કાર બુગાટી બેબી-2 2019નું મૉડલ જીનિવા મોટર શોમાં લૉન્ચ કર્યું હતું. ત્યાર પછી ટૂંક સમયમાં એવી ૫૦૦ કાર વેચાઈ ગઈ હતી. એ બધી કાર વેચાઈ ગયા પછી કોરોનાનો રોગચાળો ફાટી નીકળ્યો. એ સંજોગોમાં સંતાનો માટે મોંઘીદાટ ટૉય કાર ખરીદનાર માતા-પિતાને એવું લાગ્યું કે એ ખરીદી બિનજરૂરી છે. એથી તેમણે જાહેરાત કરી કે બુગાટી બેબી-2 ઇલેક્ટ્રિક ટૉય કાર ફરી વેચાણ માટે ઉપલબ્ધ છે. એ ટૉય કાર ઓરિજિનલ બુગાટી ટાઇપ-35 રેસિંગ કારની પ્રતિકૃતિ સમાન છે. કંપનીના મૂળ માલિક એત્તોર બુગાટીએ લગભગ ૧૦૦ વર્ષ પહેલાં તેમના પોતાના સંતાન માટે આવી ટૉય કાર બનાવવાનો ઇરાદો રાખ્યો હતો. એ ઇરાદાનો સિલસિલો આજ સુધી ચાલે છે. ૨૦૧૯માં માલિકોએ તેમનાં બધા સંતાનો માટે એ ટૉય કાર બનાવવાની ઇચ્છા રાખતાં કુલ ૫૦૦ કારના ઉત્પાદનનો નિર્ણય લીધો હતો.  બુગાટી બેબી-2 ઇલેક્ટ્રિક ટૉય કાર કલાકના ૧૨ કિલોમીટરની ઝડપે દોડાવી શકાય છે. જો કોઈ નિષ્ણાત વ્યક્તિ હોય તો એ કારને કલાકના ૩૦ કિલોમીટરની ઝડપે દોડાવી શકે છે. એ કારની વધુ મોંઘી આવૃત્તિ પણ છે. એ ટૉય કારના વિત્તેસ્સી મૉડલની કિંમત ૫૦,૦૦૦ ડોલર (અંદાજે ૩૭.૪૪ લાખ રૂપિયા) અને પુર સેન્ગ મૉડલની કિંમત ૬૮,૦૦૦ ડૉલર (અંદાજે ૫૦.૯૨ લાખ રૂપિયા) નક્કી કરવામાં આવી છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK