વિમાનનું એન્જિન ફેલ થયા પછી પાઇલટે મકાઈના ખેતરમાં સુરક્ષિત ઇમર્જન્સી લૅન્ડિંગ કર્યું

Published: Jan 02, 2020, 10:50 IST | Argentina

આર્જેન્ટિનાની રાજધાની અને પૂર્વના પ્રાંત બ્યુનોસ એર્સમાં સી-૫૬૦ પ્રાઇવેટ બિઝનેસ જેટ સેસ્ના વિમાનનું એન્જિન બંધ પડતાં પાઇલટે ધીરજ અને કૂનેહ દાખવીને મકાઈના ખેતરમાં લૅન્ડિંગ કર્યું હતું.

વિમાનનું એન્જિન ફેલ થયા પછી પાઇલટે ખેતરમાં ઇમર્જન્સી લૅન્ડિંગ કર્યું
વિમાનનું એન્જિન ફેલ થયા પછી પાઇલટે ખેતરમાં ઇમર્જન્સી લૅન્ડિંગ કર્યું

આર્જેન્ટિનાની રાજધાની અને પૂર્વના પ્રાંત બ્યુનોસ એર્સમાં સી-૫૬૦ પ્રાઇવેટ બિઝનેસ જેટ સેસ્ના વિમાનનું એન્જિન બંધ પડતાં પાઇલટે ધીરજ અને કૂનેહ દાખવીને મકાઈના ખેતરમાં લૅન્ડિંગ કર્યું હતું. ખરાબ હવામાનને કારણે ખેતરમાં ઇમર્જન્સી લૅન્ડિંગ કરતું વિમાન ચારેતરફ કાદવ ઉડાવતું, લપસતું, ખડખડ અવાજ સાથે ગતિ ઘટાડતું આગળ વધતું હતું. એ વખતના સોશ્યલ મીડિયા પર વાઇરલ ફોટોગ્રાફ્સ અત્યંત નાટ્યાત્મક સ્થિતિ દર્શાવે છે. સાન ફર્નાન્ડો ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી ઊપડેલું વિમાન ખેતરમાં ઊતર્યું ત્યારે એમાંના સાત મુસાફરોને સહેજ પણ ઈજા થઈ નહોતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK