500 શબ્દોમાં નિબંધ લખો, ગમશે તો લગ્નના 50 જણમાં તમને ઇન્વાઇટ કરીશ

Published: Aug 04, 2020, 07:32 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

આવું જ કંઈક એક નવવધૂએ પોતાના પરિવારજનોને ઈ-મેઇલ કરીને લખી જણાવ્યું હતું. કોરોનાને કારણે અનેક લગ્નો પાછળ ઠેલાયાં છે તેમ જ વધુમાં વધુ ૫૦ જણની જ હાજરીના નિયમને કારણે અનેક યુગલોને લગ્નમાં મહેમાનોની યાદી ટૂંકાવવી પડી છે.

નવવધૂ
નવવધૂ

આવું જ કંઈક એક નવવધૂએ પોતાના પરિવારજનોને ઈ-મેઇલ કરીને લખી જણાવ્યું હતું. કોરોનાને કારણે અનેક લગ્નો પાછળ ઠેલાયાં છે તેમ જ વધુમાં વધુ ૫૦ જણની જ હાજરીના નિયમને કારણે અનેક યુગલોને લગ્નમાં મહેમાનોની યાદી ટૂંકાવવી પડી છે. એવામાં કોને આમંત્રણ આપવું અને કોને નહીં એ નક્કી કરવું યજમાન માટે કપરું થઈ રહ્યું છે. આ જ કારણસર ૨૭ વર્ષની એક યુવતીનાં લગ્ન આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી પાછળ ઠેલાઈ ગયાં અને મહેમાનોની યાદીમાં પણ કાપ મૂકવાની ફરજ પડી. જોકે તેણે આનો સરસ ઉપાય શોધી કાઢ્યો છે. તેણે તેના પરિવારજનો સહિત તમામ આમંત્રિતોને એક મેસેજ મોકલી એનો જવાબ આપવાનું જણાવ્યું છે. મેસેજમાં તેણે આમંત્રિતોને બે પ્રશ્ન પૂછીને ઓછામાં ઓછા ૨૫૦ શબ્દોમાં એનો જવાબ આપવા જણાવ્યું છે. પ્રશ્ન છે કે ‘તો જવાબ આપનાર વ્યક્તિ નવવધૂના વિશેષ દિવસને શા માટે તેની સાથે ઊજવવા માગે છે અને આ લગ્નપ્રસંગમાં હાજર રહેવું તેમને માટે આટલું અગત્યનું શા માટે છે?’

હદ તો ત્યારે થઈ જ્યારે વધૂએ તેના પરિવારજનોને પણ આવા મેસેજ મોકલ્યા હતા. વધૂની બહેનને તેના આવા વર્તનથી માઠું લાગ્યું અને તેણે પ્રશ્નનો જવાબ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. જોકે સંદેશો મોકલતી વખતે જ વધૂએ સ્પષ્ટતા કરી હતી કે ‘જે મારા સંદેશાના જવાબમાં મેં પૂછેલા પ્રશ્નોના સંતોષકારક જવાબ નહીં આપે તો આપોઆપ આમંત્રિતોની યાદીમાંથી બાદ થઈ જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK