આ આર્ટ નહીં, શ્રદ્ધાંજલિ છે
બ્રેડ આર્ટ
કોરોનાને કારણે દુનિયાભરના લોકોનો બેકિંગ માટેનો પ્રેમ બહુ છલકાઈ રહ્યો છે. ઘેર-ઘેર લોકો કંઈક નવું બેક કરી રહ્યા છે. ઇન્ડોનેશિયામાં બેકિંગની સાથે આર્ટ પણ સાંકળવામાં આવી રહી છે. ઇન્ડોનેશિયાના સુરબાયામાં પુટુ વાર્ધાની નામની બ્રેડ આર્ટિસ્ટે કેટલીક બ્રેડ્સની સિરીઝ તૈયાર કરી છે જેની પર માણસોના ચહેરા છે. આ ચહેરા છે કોવિડ-૧૯ના દરદીની સારવાર કરતાં ચેપનો ભોગ બનીને કાળનો કોળિયો બની ગયેલા ડૉક્ટર્સના. બ્રેડ-આર્ટિસ્ટે પોતાની રીતે તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે.