આપણા બૉલીવુડની ફિલ્મોના ચાહકો માત્ર ભારતમાં જ નહીં, દેશ-વિદેશમાં છે. ઇન્ડોનેશિયામાં આવેલા આવા જ એક બૉલીવુડ ફૅન્સના ગ્રુપે એવો કારનામો કર્યો છે જે કદાચ ભારતમાં પણ કોઈ બૉલીવુડ ચાહકે નથી કર્યો. ‘કભી ખુશી કભી ગમ’ના ‘બોલે ચૂડિયાં...’ ગીત પર આ ગ્રુપના ડાન્સરોએ ડાન્સ કર્યો. અદ્દલ એવો જ જેવો ફિલ્મમાં છે. કૉસ્ચ્યુમ પણ અદ્દલ એવાં જ જેવાં ફિલ્મમાં છે. ગીતના દરેક સીનનું ફિલ્માંકન પણ એક્ઝૅક્ટ એવું જ. ફિલ્મમાં જેમ કરીના કપૂર, હૃતિક રોશન, શાહરુખ ખાન અને કાજોલે ડાન્સ કર્યો હતો એવો જ અને એ જ સ્ટેપ્સ સાથે. હા, એ ફિલ્માંકનમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પણ આવે છે. અલબત્ત, એમાં તમામ કલાકારો ઇન્ડોનેશિયન છે. વીના ફૅન્સ નામની યુટ્યુબ ચૅનલ પર આ વિડિયો બનાવાયો છે.
ફિલ્મમાં જેમ આઠ મિનિટનું આ ગીત છે એટલી જ લંબાઈનું આ ગીત છે. યુટ્યુબ પર જ્યારે આ વિડિયો ચાલી રહ્યો હોય ત્યારે ઇન્સેટમાં ઓરિજિનલ ફિલ્મનો વિડિયો પણ ચાલે છે અને ખરેખર બન્ને વચ્ચેનું સામ્ય દંગ રહી જવાય એવું છે.
૪૫૫૦૦ વર્ષ જૂનું ગુફાઓમાં દોરાયેલું ભૂંડનું ચિત્ર ઇન્ડોનેશિયામાં મળી આવ્યું
16th January, 2021 08:48 ISTજકાર્તાથી ૬૨ મુસાફરોને લઈને ઊડેલું વિમાન લાપતા, તમામનાં મોતનો ભય
10th January, 2021 14:31 ISTક્રિસમસ ટ્રી પર થઈ રહ્યું છે માસ્ક અને સૅનિટાઇઝરનું ડેકોરેશન
22nd December, 2020 10:13 ISTજ્યારે પતંગની સાથે ૧૨ વર્ષનો છોકરો પણ હવામાં ઊડ્યો ને પછી...
10th December, 2020 08:30 IST