Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ડાબા-જમણાની ઓળખમાં ગોટાળા થતા હોવાથી L અને Rનું ટૅટૂ જ કરાવી દીધું!

ડાબા-જમણાની ઓળખમાં ગોટાળા થતા હોવાથી L અને Rનું ટૅટૂ જ કરાવી દીધું!

06 February, 2021 07:15 AM IST | Mumbai

ડાબા-જમણાની ઓળખમાં ગોટાળા થતા હોવાથી L અને Rનું ટૅટૂ જ કરાવી દીધું!

ટૅટૂ

ટૅટૂ


ડિ’કોડિયા લાઇન નામની ૨૩ વર્ષની યુવતીને ડાબા-જમણાની ઓળખ કરવામાં હંમેશાં ગરબડ થતી હતી. બાળપણમાં તો વાંધો ન આવ્યો, પણ જેમ-જેમ મોટી થતી ગઈ એમ તેની આ મૂંઝવણ તેના મિત્રો વચ્ચે તેને હાંસીપાત્ર બનાવતી હતી. સમસ્યા તો ત્યારે થઈ જ્યારે ગયા વર્ષે કેનબેરામાં સ્કેવેન્જર હન્ટ પાર્ટીમાં તેણે ટીમને હન્ટિંગ માટે દિશાનિર્દેશ આપવાનો હતો. ડ્રાઇવરને કેટલાક ખોટા દિશાનિર્દેશ આપી દીધા હોવાને કારણે તેમની ટીમ ગોટાળે ચડી ગઈ. આખરે તેના મિત્રોએ તેના હાથ પર ડાબી અને જમણી બાજુનો નિર્દેશ કરતા લેફ્ટનો L અને રાઇટનો R લેટર પેન વડે લખી આપ્યો.

જોકે મજાક-મસ્તીમાં કરવામાં આવેલો આ આઇડિયા ડિ’કોડિયા લાઇનને ઘણો ઉપયોગી લાગતાં તેણે પોતાના હાથના અંગૂઠા પર આ બે અક્ષરોનાં ટૅટૂ જ ચીતરાવી દીધાં અને હંમેશ માટેની લેફ્ટ-રાઇટની સમસ્યાનો અંત જ આવી ગયો. તેણે પોતાના હાથના અંગૂઠા પર ચીતરાવેલા આ ટૅટૂવાળા ફોટો ફ્રેન્ડ્સને મોકલ્યા અને તેમને પણ આ કાયમી ઉકેલ ગમી ગયો.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2021 07:15 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK