Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જરૂર છે ગાર્લિક બ્રેડ ટેસ્ટ કરી શકે એવા નિષ્ણાતની, ૧ કલાકના ૧૪૦૦ રૂપિયા

જરૂર છે ગાર્લિક બ્રેડ ટેસ્ટ કરી શકે એવા નિષ્ણાતની, ૧ કલાકના ૧૪૦૦ રૂપિયા

29 September, 2019 08:34 AM IST | ઑસ્ટ્રેલિયા

જરૂર છે ગાર્લિક બ્રેડ ટેસ્ટ કરી શકે એવા નિષ્ણાતની, ૧ કલાકના ૧૪૦૦ રૂપિયા

જોઈએ છે ગાર્લિક બ્રેડના શેફ

જોઈએ છે ગાર્લિક બ્રેડના શેફ


ઑસ્ટ્રેલિયાની ડોમિનોઝ પીત્ઝાની બ્રાન્ચમાં એક નવી ભરતીની જાહેરાત નીકળી છે. નોકરી માટે વ્યક્તિ સ્વાદ પારખવાની બાબતમાં નિષ્ણાત હોવો જરૂરી છે કેમ કે એ માણસે ગાર્લિક બ્રેડ ટેસ્ટ કરવાની છે. ઑસ્ટ્રેલિયાના ડોમિનોઝના લિન્ક્ડઇન પ્રોફાઇલમાં ચીફ ગા‌ર્લિક બ્રેડ ટેસ્ટરની જૉબનું ઓ‌પનિંગ હોવાની પોસ્ટ થઈ છે. એમાં ચીફ ટેસ્ટરને એક કલાકના ૨૦ ડૉલર એટલે કે ૧૪૦૦ રૂપિયા મળશે. જોકે આ માટે કંપનીને અનુભવની પણ જરૂર છે.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..



તમને ઓછામાં ઓછા પાંચ વર્ષથી વિવિધ પ્રકારની ગાર્લિક બ્રેડ ખાવાનો અનુભવ હોવો જોઈએ અને સ્વાદેન્દ્રિયો સતેજ હોવી જોઈએ. ‌ગાર્લિક બ્રેડ ઠંડી પડે એ પહેલાં ખાવાની ઉતાવળને કારણે ઓછામાં ઓછી એકાદ વાર આંગળી દઝાડી હોય એટલું પૅશન હોવું જોઈએ. આ નોકરી તમારે જોઈતી હોય તો ૨૦૦ શબ્દોમાં તમારા ગાર્લિક બ્રેડ પ્રેમ વિશે લખીને મોકલાવવું અથવા તો ૩૦ સેકન્ડના વિડિયોમાં તમારી રજૂઆત કરવી. 


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2019 08:34 AM IST | ઑસ્ટ્રેલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK