ઑસ્ટ્રેલિયાના લેન્સફીલ્ડની એડગર્સ મિશન નામની સંસ્થાના કાર્યકરોએ એક ઘેટાને નવજીવન આપ્યું છે. કાર્યકરો ‘બરાક’ના હુલામણા નામે એને ઓળખે છે. વર્ષો સુધી જંગલ કે વેરાન પ્રદેશમાં ભટકતાં-ભટકતાં એ ઘેટું આ સંસ્થાના કાર્યકરોને હાથ લાગ્યું હતું. લગભગ પાંચેક વર્ષથી તેના શરીર પર ઊનનો ભાર વધી જતાં તેને ચાલવામાં મુશ્કેલી પડતી હતી. ઊનના ફેલાવાને કારણે એને જોવામાં ઘણી તકલીફ પડતી હતી. એડગર્સ મિશનના કાર્યકરોએ એ ઘેટાનું મુંડન કરતાં ૩૪ કિલો ૨૦૦ ગ્રામ ઊન ઊતર્યું હતું. મુંડન તથા અન્ય સારવાર કરીને મિશનના કાર્યકરોએ બરાકને નવજીવન બક્ષ્યું છે.
હાથમાં અજગર અને ખભે પોપટ બેસાડીને જતો આ માણસ સોશ્યલ મીડિયામાં હિટ
3rd March, 2021 07:13 ISTકલકત્તાના ટી સ્ટૉલમાં એક કપ ચાનો ભાવ 1000 રૂપિયા!
3rd March, 2021 07:13 ISTમંગાવ્યો ફોન ઍપલનો, મળ્યું ઍપલ ફ્લેવર્ડ યોગર્ટ
3rd March, 2021 07:13 ISTઆ ટેણકી માઉન્ટ કિલિમાન્જારો શિખર સર કરનારી સૌથી નાની પર્વતારોહક બની
3rd March, 2021 07:13 IST