પર્વતની ટોચે બૉયફ્રેન્ડે પૂછ્યું, વિલ યુ મૅરી મી?.. પછી થયું કંઈક આવું

Published: 2nd January, 2021 07:00 IST | Austria

ઑસ્ટ્રિયાના કેરિન્થ પ્રાંતના ફોકાર્ટ પહાડોમાં એક પ્રેમી યુગલ ખડકના કિનારે બેઠું હતું. એ રોમૅન્ટિક વાતાવરણમાં ૩૨ વર્ષની યુવતીને તેના ૨૭ વર્ષના બૉયફ્રેન્ડે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ‘વિલ યુ મૅરી મી?’

કપલ
કપલ

ઑસ્ટ્રિયાના કેરિન્થ પ્રાંતના ફોકાર્ટ પહાડોમાં એક પ્રેમી યુગલ ખડકના કિનારે બેઠું હતું. એ રોમૅન્ટિક વાતાવરણમાં ૩૨ વર્ષની યુવતીને તેના ૨૭ વર્ષના બૉયફ્રેન્ડે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ‘વિલ યુ મૅરી મી?’ લગ્નના પ્રસ્તાવમાં તેણે હા પાડી. ‘હા’ કહેતાં જ યુવતી ખીણમાં ગબડી ગઈ અને તેની સાથે આલિંગનબદ્ધ યુવક પણ ખીણમાં પડ્યો. ૬૫૦ ફુટ નીચે પડેલી યુવતી બરફના થરને કારણે આબાદ બચી ગઈ હતી, પરંતુ પ્રેમી યુવકને કરોડરજ્જુના મણકામાં ફ્રૅક્ચર આવ્યું હતું. ૫૦ ફુટ હવામાં ફંગોળાઈને બન્ને અલગ-અલગ ઠેકાણે પડ્યાં હતાં. એક રાહદારીએ બરફની કાર્પેટ પર પડેલી યુવતીને જોઈને પોલીસને જાણ કરી અને પોલીસે રેસ્ક્યુ ટીમ મોકલીને તેને ઉગારીને હૉસ્પિટલમાં દાખલ કરી હતી. પ્રેમી યુવકને હેલિકૉપ્ટર ક્રૂએ બચાવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK