આ ટૅટૂ જોશો તો લાગશે કે તમને ચશ્માં આવી ગયાં છે

Published: Jun 02, 2020, 07:45 IST | Gujarati Mid-day Correspondent | Mexico

જો તમને ધૂંધળું દેખાતું હોય અથવા તો ડબલ વિઝનની સમસ્યા હોય તો કેવું દેખાય? આ ટૅટૂ જેવું જ.

ટૅટૂ
ટૅટૂ

જો તમને ધૂંધળું દેખાતું હોય અથવા તો ડબલ વિઝનની સમસ્યા હોય તો કેવું દેખાય? આ ટૅટૂ જેવું જ. વિઝનમાં તકલીફ હોય તો સામેની ચીજ એકદમ શાર્પ અને સ્પષ્ટ જણાતી નથી. બલકે બ્લર થઈ ગઈ હોય એવું લાગે. આ સાથે મૂકવામાં આવેલી તસવીરોનાં ટૅટૂ જોઈને ભલભલી વ્યક્તિ પણ થોડીક વાર તો આંખો ચોળીને તપાસ કરી લે છે કે તેમને ક્યાંક આંખની તકલીફ તો નથીને? જોકે આ તમારી આંખની કમી નહીં, મેક્સિકન ટૅટૂ આર્ટિસ્ટ યઝિલ એલિઝાદની કલાકારી છે.

tattoo

૨૫ વર્ષનો આ કલાકાર એવાં ટૅટૂ બનાવે છે જાણે ડબલ વિઝન હોય. મેક્સિકોના હર્મેસિલો શહેરમાં ટૅટૂ સ્ટુડિયો ધરાવતા યઝિલે ૬ વર્ષ પહેલાં જ્યારથી ટૅટૂ ચીતરવાનું શરૂ કર્યું ત્યારથી આવો હટકે વિચાર આવેલો. અલબત્ત, આ માટે જે-તે ચીજ બ્લર દેખાય ત્યારે કેવી હોય એનું ચિત્રણ મગજમાં સ્પષ્ટ હોવું જરૂરી છે. જેમ એકદમ સ્પષ્ટ અને આબેહૂબ ચિત્રની નકલ કરવી એ ચૅલેન્જિંગ છે એમ કોઈ સાદી-સિમ્પલ વસ્તુને બ્લર અને ડબલ વિઝનવાળી વિઝ્યુઅલાઇઝ કરવી અને એ મુજબ ટૅટૂમાં ઉતારવી એ પણ એટલું જ પડકારજનક છે. નવાઈની વાત એ છે કે આવાં ટૅટૂ બનાવડાવનારા કસ્ટમર્સ પણ ઘણા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK