પતિએ ફિઝિકલી અક્ષમ પત્ની માટે પહાડ પર આરામથી ચડી-ઊતરી શકે એવી વ્હીલચૅર બનાવી

Published: Sep 16, 2020, 07:38 IST | Gujarati Mid-day Correspondent | America

શારીરિક અક્ષમ સ્વજનો માટે મોંઘી વ્હીલચૅર ખરીદવાની તમન્ના મોટા ભાગના લોકોની હોય છે, પરંતુ સ્વજનની આકાંક્ષાઓ સમજીને જાતે કંઈક નવું વિશેષ બનાવવાના પ્રયાસ કરનારા ઓછા લોકો હોય છે.

પતિએ પત્ની માટે વ્હીલચૅર બનાવી
પતિએ પત્ની માટે વ્હીલચૅર બનાવી

શારીરિક અક્ષમ સ્વજનો માટે મોંઘી વ્હીલચૅર ખરીદવાની તમન્ના મોટા ભાગના લોકોની હોય છે, પરંતુ સ્વજનની આકાંક્ષાઓ સમજીને જાતે કંઈક નવું વિશેષ બનાવવાના પ્રયાસ કરનારા ઓછા લોકો હોય છે. અમેરિકાના એન્જિનિયર ઝાક નેલ્સને શારીરિક અક્ષમ પત્ની કૅમ્બ્રી કેલર માટે વ્હીલચૅરથી વિશેષ વાહન બનાવ્યું છે. ૨૦૦૫માં ઘોડા પરથી પડી ગયા પછી કૅમ્બ્રીના પગથી નીચેનો ભાગ ખોટો પડી ગયો ‍છે.

wheelchair

પત્નીને ઍડ્વેન્ચર્સ રાઇડનો અનુભવ મળી શકે એ માટે ૨૦૧૮માં ઝાકે બનાવેલું સ્પેશ્યલ વાહન સોશ્યલ મીડિયા પર ઘણું લોકપ્રિય બન્યું છે. પત્નીને સાહસનો પણ અહેસાસ કરાવવા તેણે બે ઇલેક્ટ્રિકલ બાઇક્સ ભેગી કરીને વચ્ચે ખુરસી ગોઠવી દીધી છે અને એમાંથી એક અવનવું વાહન તૈયાર થયું છે, જે કલાકના ૧૫થી ૩૪ કિલોમીટરની ઝડપ ધરાવે છે. JerryRigEverything નામના યુટ્યુબ-પેજ પર એ વાહનને ઝાકની પત્ની કૅમ્બ્રી કેવી રીતે માણે છે એ દર્શાવવામાં આવ્યું છે. આ વાહન ઘરની બહાર રસ્તા પર ફરવા માટેનું છે, પરંતુ કૅમ્બ્રી એનો વપરાશ ઘરમાં પણ કરે છે. પહાડ નજીક ઘર હોવાથી ક્યારેક ઊંચાઈ પરનો અને નીચે ઊતરી આવેલો બરફ નિહાળવા અને સ્નોફૉલમાં રમવા માટે પણ કૅમ્બ્રી અને ઝાક એ વાહન પર બહાર નીકળી જાય છે.   

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK