Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઓહાયોના ઝૂમાં ચિત્તાનાં ટેસ્ટટ્યુબ બચ્ચાં પેદા કરવામાં આવ્યાં

ઓહાયોના ઝૂમાં ચિત્તાનાં ટેસ્ટટ્યુબ બચ્ચાં પેદા કરવામાં આવ્યાં

26 February, 2020 12:31 PM IST | Ohio

ઓહાયોના ઝૂમાં ચિત્તાનાં ટેસ્ટટ્યુબ બચ્ચાં પેદા કરવામાં આવ્યાં

ચિત્તા

ચિત્તા


અમેરિકાના ઓહાયો સ્ટેટના પ્રાણીસંગ્રહાલયમાં પહેલી વખત ટેસ્ટટ્યુબ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેક્નિક વડે ગર્ભ સરોગેટ મધરના ગર્ભાશયમાં રાખીને ચિત્તાનાં બે બચ્ચાં પેદા કરવામાં આવ્યાં હતાં. ઓહાયોના કોલમ્બસ ઝૂ ઍન્ડ ઍક્વેરિયમમાં ગયા બુધવારે ત્રણ વર્ષની માદા ચિત્તા ઈઝીની કૂખે એક નર અને એક માદા મળી બે બચ્ચાંનો જન્મ થયો હતો.

cub



જોકે બચ્ચાંની બાયોલૉજિકલ મધર ૬ વર્ષની કિબીબી છે. એની પોતાની કૂખે સંતતિ જન્મી નથી અને ઉંમર પ્રમાણે એ કુદરતી રીતે સગર્ભા થઈ શકે એમ નથી. 


આ પણ વાંચો : વૈજ્ઞાનિકોએ બાળકના ચહેરા જેવો રોબો બનાવ્યો : એને પીડાનો અહેસાસ થાય છે

કિબીબીનાં સ્ત્રીબીજ કોલમ્બસ ઝૂ લૅબોરેટરીમાં ૧૯ નવેમ્બરે ફલિત કરવામાં આવ્યાં હતાં. પ્રારંભિક તબક્કાનાં ભ્રૂણ ૨૧ નવેમ્બરે ઈઝીની કૂખમાં રોપાયાં હતાં. એકાદ મહિના પછી કરવામાં આવેલી અલ્ટ્રા સાઉન્ડ ટેસ્ટમાં ઈઝીના પેટમાં બે ગર્ભ હોવાનું જણાયું હતું. ઓહાયો ઝૂના વાઇસ પ્રેસિડન્ટ ડૉ. રેન્ડી જુંગે જણાવ્યું હતું કે ‘વન્ય પશુઓમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનના આ પ્રયાસમાં સફળતા મળતાં પ્રાણીઓની અનેક દુર્લભ જાતિઓની વસ્તી જાળવવાનો માર્ગ મોકળો બનશે. વન્ય પશુઓમાં આ પદ્ધતિની જમાયશ ત્રણ વખત કરવામાં આવી છે અને પહેલી સફળતા મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2020 12:31 PM IST | Ohio

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK